મેઘરજ પોલીસે મધ્ય પ્રદેશના રતલામના સાત માસથી વિખુટા પડેલા યુવાનને પરિવાર સાથે મિલન કરાવી માનવતાની મહેંક પ્રસરાવી

મેઘરજ, (અરવલ્લી) વસીમ શેખ :-

મેઘરજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ વીજે તોમર અને પોલીસની ઉમદા કામગીરી સામે આવી છે જેમાં છેલ્લા સાત માસથી પરિવારથી વિખુટા પડેલ મધ્યપ્રદેશ રતલામના યુવાનને સોસીયલ મીડિયાના માધ્યમ થી પરિવારનો સંપર્ક કરી વિખુટા પડેલા વહાલ સોયા દીકરાને પરિવાર સાથે મિલન કરાવતા સાત માસ બાદ માતાએ પુત્ર નો અને પુત્રએ માતા નો અવાજ સાંભળતા પોલીસ સ્ટેશન મા કરુણ દ્રશ્યો સર્જાયા હતા અને મધ્ય પ્રદેશ પોલીસ અને પરિવારજનો વિખુટા પડેલ યુવાનને લેવા માટે તાત્કાલિક મેઘરજ પોહચી વિખુટા પડેલ યુવાનનું પરિવાર સાથે મિલન કરાવતા પરિવારજનોમાં આનંદની લાગણી છવાઈ હતી અને પરિવારજનોએ સરાહનીય કામગીરીમાં મદદ કરનાર પત્રકાર જયદીપભાઈ ભાટિયા, મહેશભાઈ પ્રજાપતિ,આશિષભાઇ વાળંદ,કોન્સ્ટેબલ મિતુલ ચૌધરી, ટીઆરબી ભવન ડામોર, રાકેશભાઈ સહીત મેઘરજ પોલીસની સરાહનીય કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here