મોડાસા : કરીમીયાહ ગર્લ્સ હાઈસ્કૂલમા કાનુંની માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી જિલ્લા પોલીસ કચેરી અને મોડાસા મહિલા પોલીસ સ્ટેશન દ્વારા શાળામાં વિદ્યાર્થીનીઓ માટે કાનુની માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમા એ.એસ.આઈ. ક્રિષ્નાબેન, વિમળાબેન,૧૮૧ અભયમના ચેતનાબેન, ઈલાબેન, રેખાબેન, મિત્તલબેન, ઉપસ્થિત રહેલ. શાળાના આચાર્યા ઈસરતબેન સૈયદએ તમામનું સ્વાગત કરેલ. ઈલાબેને વિદ્યાર્થીનીઓને મહિલાઓ ને લગતા જુદા જુદા કાયદાઓ, માનવ તસ્કરી,મહિલાઓનું શોષણ,ઘરેલુ હિંસા વગેરે વિશે પ્રાસંગિક પ્રવચન આપેલ.મહિલાઓની સમસ્યાને પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરેલ સદર કાર્યક્રમ નુ સંચાલન રૂકશાનાબહેન પટેલએ કરી કાર્યક્રમને સફળ બનાવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here