છોટાઉદેપુર જી.આઈ.ડી.સી ની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા બોડેલી મામલતદારને આવેદનપત્ર

છોટા ઉદેપુર, આરીફ પઠાણ :-

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી લોકોને પરિવાર છોડીને કચ્છ ભુજ મોરબી રાજકોટ અને અનેક જિલ્લા ઓમા ખેત મજૂરીઅને નોકરી અર્થે બહાર જવું પડે છે. અને આદિવાસી લોકો ઉપર ખેડુત ખાતેદારો દ્વારા અત્યાચાર પણ કરવામાં આવે છે. અને તાજેતરમાં અનેક કિસ્સાઓસામે આવ્યાં છે અને મજૂરી અર્થે ગયેલા લોકોને માર મારવાના વિડીયો પણ સામે આવ્યા છે.તો છોટાઉદેપુરમાં જીઆઇડીસી બનાવવામાં આવે તો જે આદિવાસી લોકો ઘર બાર અને પરિવાર છોડીને મજુરી અર્થે જવું પડે છે તેના જવું પડે અને પરિવાર સાથે જીવન સંસારગાળી શકે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન તાલુકા ઓ અનેછોટાઉદેપુર જિલ્લા ની રચના કરવામાં આવી હતી, છોટાઉદેપુર જિલ્લોએ સંપુર્ણ આદિવાસીજિલ્લો છે, જિલ્લા ની મહત્તમ વસ્તિઅંદાજીત 15 લાખ જેટલી. જિનતામાં લોકોનો મુખ્યત્વે વ્યવસાયખેતી અને પશુપાલન નો છે પરંતુ દુ: ખ ની વાત તો એ છે કે, જિલ્લા માં થી અંદાજીત 2 લાખ જેટલાઆદિવાસી પરિવારો વતન ને છોડી ને સૌરાષ્ટ્ર અને કચ્છ માં રોજ ગાર અર્થે અસ્થાયી રીતે થા થી થયેલા છે તો જિલ્લા ના શિક્ષિત અને વિવિધ પ્રકારના કૌશલ્ય ધરાવતા યુવાનો ને નો ક રી અર્થે હાલોલ વાઘોડિયા, વડોદરા ખાતે આવેલી જી આઈ ડી સી માં નોકરી કરવા તુ પોતાના જિલ્લા બહાર જાર પરિવાર છોડીને જવું પડે છે, હાલ ગુજરાતમાં અને કેન્દ્ર માં ભાજપ ની સરકાર હોવા છતાં છોટાઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા પ્રોત્સાહિત કોઈપણ પ્રકારનો મોટો ઉદ્યોગ નથી, અથવા તો પ્રાઇવેટ સેકટર નો પણ કોઇપણ પ્રકારનો ઉદ્યોગ નથી જે આશ્ચર્ય સાથે દુઃખદ છે, અને આજ કારણસર જિલ્લાના આદિવાસી પરિવારો ને અને યુવાનો ને રોજગારી મેળવવા હેતુ માદરે વતન છોડીને અન્ય જિલ્લામાં જવું પડે છે તે છોટાઉદેપુર જિલ્લાની પ્રજા નું દુર્ભાગ્ય જ કહેવાય, સદર આવેદનપત્ર દ્વારા છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી ગુજરાત ભાજપ સરકાર સમક્ષ રજૂઆત કરતા માંગણી કરે છે કે, છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાત સરકાર અથવા ભારત સરકાર દ્વારા જિલ્લા ની શિક્ષિત અને અશિક્ષિત પ્રજા ને જિલ્લામાં જ એટલે કે ઘર આંગણે જ રોજગારી મળે તેવો વિરાટ ઉદ્યોગ સ્થાપવામાં આવે અને જિલ્લાના ઇકોનોમી હબ એવા બોડેલી તાલુકામાં જી આઈ ડી સી (ઔદ્યોગિક વિસ્તાર) ની સત્વરે સ્થાપના કરવામાં આવે જેને કારણે પ્રાઇવેટ સેકટરના નાના મોટા ઉદ્યોગો નો જિલ્લામાં પ્રારંભ થાય અને જિલ્લાના આદિવાસી અને અન્ય તમામ સમાજ નાયુવાનો ને ઘર આંગણે રોજગારી મળી શકે,આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં મધ્યઝોનના કીસાન સેલના પ્રમુખ નરહરીભાઈ પટેલ, મહામંત્રી જૈમિનભાઈ પટેલ, વકીલ રંજનભાઈ તડવી સંગઠન મંત્રી જીજ્ઞેશભાઈ રાઠવા યુવા મહામંત્રી જયદીપભાઈ રાઠવા બોડેલી તાલુકા પ્રમુખ દિલુભાઈ ઠક્કર, જેતપુર તાલુકા મહામંત્રી અશોકભાઈ રાઠવા, ખેડૂત સેલ પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ, જીલ્લા ઉપપ્રમુખ આનંદભાઈ રાઠવા , કાર્યકર અજયભાઈ રાઠવા કીકાવાડા સહિત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here