જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરના પોરબંદર રોડ પાસે આવેલ ઓ.જી.વિસ્તારમા નગરપાલિકાની બેદરકારીને લીધે પાણી,લાઈટ અને રસ્તાઓની સમસ્યા યથાવત…

માંગરોળ,(જૂનાગઢ) આરીફ દિવાન (મોરબી) :-

ચૂંટણીઓ વખતે વચનો આપીને નગરપાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લડવા નીકળેલા નેતાઓ પ્રજાને લોલીપોપ આપીને ગાયબ

AIMIM ના જુનાગઢ જિલ્લા ના પ્રમુખ સુલેમાનભાઈ પટેલ ને લોક ફરિયાદ મળતાં નગરપાલિકા તંત્ર ને પડતર કામ તાત્કાલિક પૂરું કરવા માટે પટેલે લેખિત ફરિયાદ કરી

મળેલ વિગતો મુજબ માંગરોળ શહેરના પોરબંદર રોડ પાસે ટેલીફોન એક્સચેન્જ ની પાછળ,બાયપાસ નજીક મકોડીવડલી,પારેખ વિસ્તાર તરીકે ઓળખાતા ઓળખાતા ઓ.જી.વિસ્તારમા નગરપાલિકા તરફથી પાણીની પાઈપ લાઈન નાખેલ છે પરંતુ એક વર્ષ થી આ કાર્ય અધુરું છે અને આ પાઈપ લાઈન પણ શોભાના ગાંઠીયા જેમ ખૂલ્લી પડી છે. આ વિસ્તાર મા ગત ચૂંટણીઓ વખતે નેતા લોકો દ્વારા ઇલેક્ટ્રિક પોલ ઉભા કરી સ્ટ્રીટ લાઈટો નાખવાનુ અને ખરાબ રસ્તાઓ બનાવી આપવાનુ વચન પણ આપેલ પરંતુ આ પૈકી આજ સુધી એક પણ કામ થયેલ ના હોવાથી લોકોને મૂર્ખ બનયાનો એહસાસ થયેલ છે. આ સમસ્યાઓ બાબતે ત્યાંના જાગૃત લોકો એ મામલતદાર શ્રી માંગરોળ ને આવેદન પત્ર પણ આપેલ અને નગરપાલિકાના ધક્કા પણ બહુ ખાધેલ પરંતુ આ જટીલ સમસ્યા દૂર ના થતાં લોકોએ AIMIM પાર્ટીના જુનાગઢ જિલ્લા પ્રમુખ સુલેમાનભાઈ પટેલ ને આ ફરિયાદ કરતાં પટેલે પોતાના લેટર પેડ ઉપર નગરપાલિકા તંત્ર માંગરોળ ને લેખિત ફરિયાદ કરી છે.
જો આ સમસ્યા નુ નિરાકરણ વહેલી તકે નહીં આવે તો આ વિસ્તાર ના લોકોને સાથે રાખીને પોતે આંદોલન કરવાની તૈયારી છે તેવું સુલેમાનભાઈ પટેલે અખબારી યાદીમા જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here