જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં વોર્ડ નંબર એકમા AIMIM ની ગ્રુપ મીટીંગ યોજાઈ…

માંગરોળ,(જૂનાગઢ) આરીફ દિવાન (મોરબી) :-

મોટી સંખ્યામાં યુવાનો, વડીલો અને મહિલાઓએ પાર્ટીનો ખેસ ધારણ કરીને AIMIM પાર્ટીમા જોડાતા રાજકીય ગરમાવો ઠંડીમાં આવ્યા

હાલ ગ્રામ્ય વિસ્તારોમાં 2021 ગામ પંચાયતની ચૂંટણી ની પ્રક્રિયા પૂર્ણ થવા આવી રહી છે ત્યારે વિધાનસભા 2022 ની ચૂંટણી અંતર્ગત રાજકીય ક્ષેત્રે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસ ભાજપને કાંટે કી ટક્કર જેવો ઘાટ ચૂંટણી પહેલા જ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે એ AIMIM પાર્ટીમાં સર્વે સમાજના લોકોનો સમાવેશ થઇ રહ્યો છે 2022 વિધાનસભા ચૂંટણી અંતર્ગત સાયન્સ પ્રક્રિયા AIMIM પાર્ટીની સતત ચાલુ રહી છે જેથી કોંગ્રેસ ભાજપ માટે અચ્છે દિનની આશાઓ પર પાણી ઢોળ થાય અને આઝાદીકા અમ્રત ખટ્ટા લાગે રાજકીય ક્ષેત્રે તો નવાઈ નહીં તાજેતરમાં જ તારીખ 12-12- 2021 ના રોજ જનસંપર્ક ગ્રુપ મિટિંગ યોજાઇ હતી જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે

માંગરોળ ખાતે વોર્ડ નંબર ૧ ના સ્થાનીક લોકો દ્વારા AIMIM પાર્ટીના હોદ્દેદારોને આમંત્રણ આપી ને એક ગ્રુપ મીટીંગ નુ આયોજન કરેલ હતું જેમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજરી આપી રાજકીય ક્ષેત્રે પુરુષો અને યુવાનોની હરોળમાં નવા પરિવર્તન સાથે રાજકીય ક્ષેત્રે નવાજૂનીના એંધાણ આપી રહ્યા હોય તેમ બહોળી સંખ્યા મા હાજરી આપી હતી. દરેક વકતાઓએ બંધારણ અનુસાર દરેક સમાજ ને કાયદાકીય અને સામાજિક ન્યાય અને અધિકાર મળે તે વાત પર જોર આપી અને ભાજપ-કોંગ્રેસ ની મીલી ભગત થી શહેર અને તાલુકા ની પ્રજા ના અટવાયેલા પ્રશ્નોનો નિકાલ કરવા તથા એકજૂટ થઈ કામ કરવાની વાત કરવામા આવી હતી તેમજ ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક જુંબેશ ઉપાડી ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડી લોકોને જાગૃત કરવા પર ભાર મૂકવામા આવ્યો હતો.
એક પછી એક ગ્રુપ મીટીંગોમા જનતાનો આવકાર અને સહકાર જોતાં આવનારા ભવિષ્યમા AIMIM પાર્ટી જુનાગઢ જિલ્લા મા બહુ જલ્દી પોતાનુ પ્રભુત્વ ઉભું કરી સકશે તેવી વાત AIMIM પાર્ટીના જુનાગઢ જિલ્લા પ્રમુખ સુલેમાનભાઈ પટેલે એક અખબારી યાદીમા જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here