આચાર સંહિતાનો ભંગ કરતાં શાસન પક્ષો સામે વિરોધ

મોરબી, આરીફ દીવાન :-

ચૂંટણી વાળા વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરતી નેતાગીરી અટકાવવામાં વિરોધીઓ પણ નિષ્ફળ !

ગુજરાતના અમુક વિસ્તારોમાં પેટાચૂંટણી તો અમુક વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારની ચૂંટણી ચાલી રહી છે ત્યારે જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જેનો ભંગ શાસક પક્ષ દ્વારા થતો હોય તેમ વિરોધ કરવામાં આવ્યો છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે ગત તારીખ 3 10 2021 ના રોજ સિક્કા નગરપાલિકામાં પેટાચૂંટણી હોય તેવા સમયે જન આશીર્વાદ યાત્રા ચૂંટણી વાળા વિસ્તારમાં પસાર થાય તે યોગ્ય ન કહેવાય તે ચૂંટણી અધિકારી અને જિલ્લા કક્ષાના અધિકારીઓ એ ધ્યાન રાખવું જોઈએ આ લોકશાહીમાં તાનાશાહી લોકો અનુભવી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી અંતર્ગત જિલ્લા કક્ષાના અધિકારીઓ એ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હોય જેનો ખુલ્લેઆમ શાસક પક્ષના નેતાઓ દ્વારા થતો હોય તેમ જન આશીર્વાદ યાત્રા શરૂ કરવામાં આવી છે તે યોગ્ય કેટલી? વિરોધ પક્ષના નેતાઓ પણ આ અંગે જાહેરનામાનો ભંગ થતો અટકાવવામાં નિષ્ફળ રહ્યા હોય તેમ અમુક જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું નથી ત્યારે અસગર હુસેન શુભાણીયા જામનગર જિલ્લાના સિક્કા શહેર કોંગ્રેસ સમિતિના રજૂઆત લાગતા વળગતા અધિકારીઓ સમક્ષ કરી છે ત્યારે જિલ્લા કક્ષાના અધિકારીઓ પણ નિષ્ફળ નીવડયા હોય એમ હાલ જન આશીર્વાદ યાત્રા શાસન પક્ષ દ્વારા ગુજરાતમાં ફરી રહી છે તે ચૂંટણી વાળા વિસ્તારમાં જાહેરનામા ભંગની કાર્યવાહી કરવી જોઈએ કે જિલ્લા કક્ષાના અધિકારીઓ અને ચૂંટણી નિયામકશ્રી ભૂલવું ના જોઈએ હાલ આ જન આશીર્વાદ યાત્રા લોકશાહીમાં તાનાશાહી નો નજારો આપતી હોય તેમ મોટાભાગના રાજકીય નેતાઓ અનુભવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here