મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ દ્વારા છોટાઉદેપુર ખાતે શુભેચ્છા મુલાકાત કરી કવાટ ખાતે સાંસદ ગીતાબેન રાઠવાને ત્યાં ભોજન સમારંભ કરાયું

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

માનનીય મહામહિમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશ રાજ્ય આજરોજ કવાંટ માનનીય સાસંદશ્રી ગીતાબેન રાઠવા ને પોતાની દીકરી માનેલ હોય જેથી કવાંટ નિવાસ્થાને ભોજન ગ્રહણ કરી ઉપસ્થિત અતિથિઓ અને વિવિધ સમાજના બિન રાજકીય અગ્રણીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને સાંસદ ગીતાબેન રાઠવાની ત્યાં સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી.ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તૃતિ ચારણ તેમજ છોટાઉદેપુર જિલ્લા ના પોલીસવડા ધર્મેન્દ્ર સિંહ શર્મા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી રાજ્યપાલ મંગુભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી, તેમજ એમ. પી ના રાજ્યપાલે છોટાઉદેપુર જિલ્લાના બિન રાજકીય આગેવાનો સાથે પણ ચર્ચા કરી શુભેચ્છા મુલાકાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here