નર્મદા જીલ્લાના રાજપીપળા સહિતના પંથકમાં બપોરના સુમારે કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

વાતાવરણ માં દિવસ દરમ્યાન અસહય ગરમી થી લોકો બેહાલ – વરસાદ થતાં ગરમી મા રાહત અનુભવાઈ

હવામાન વિભાગે પોતાની આગાહી મુજબ રાજ્ય મા ચોમાસા ની સીઝન પુરી થઈ ગઈ હોવાની જાહેરાત કરવામાં આવી છે , તેમ છતાં નર્મદા જીલ્લા સહિત ના વિસ્તાર મા આજરોજ બપોરે આકાશ માં વાદળો છવાયા હતા, અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો, રાજપીપળા સહિત ના આસપાસ ના વિસ્તાર મા આજરોજ બપોરે ત્રણેક વાગ્યા ના સુમારે અચાનકજ વરસાદ વરસ્યો હતો, જેની જનજીવન પર અસર થઈ હતી, વરસાદ ની કોઈજ આગાહી ન હોય અવરજવર કરતા લોકો અટવાયા હતા,

આજરોજ સમગ્ર રાજપીપળા પંથક માં અસહય ગરમી રહી હતી, આકાશ માં વાદળો મડલાયેલ રહયા હતા,અને બપોરે ત્રણેક વાગ્યા ના સુમારે વરસાદ વરસ્યો હતો, જેથી વાતાવરણ માં થોડીક ઠંડક પ્રસરી હતી જેથી લોકો એ ગરમી મા રાહત અનુભવી હતી.

બજાર માં લારી ગલ્લા પર વેપાર ધંધા કરતા નાના વેપારીઓ જોકે વરસાદ ખાબકતા ભારે મુસીબત મા મુકાયા હતા, પોતાનાં સમાન, ચીજ વસ્તુઓ બગડી ના જાય એ માટે ની પેરવિઓ કરતા નજરે પડ્યા હતા. જ્યારે વરસાદ વરસ્યો હોય ને ઠેર ઠેર પાણી ના ખાબોચિયા ભરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here