ડભોઇ સેવા સદન ખાતે પ્રાંત અધિકારી અને ધારાસભ્યની અધ્યક્ષતામાં તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

હિન્દુ-મુસ્લિમ સમાજના તહેવારો ૩મેં ના રોજ આવી રહ્યા છે જેમાં હિંદુઓનો પરશુરામ ભગવાન નો જન્મોત્સવ અને મુસ્લિમ બિરાદરો નો ઈદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે દરેક લોકો તહેવારો ઉત્સાહપૂર્વક, કોમી એકતા અને ભાઇચારા સાથે ઉજવણી કરવામાં આવે તે હેતુથી આજરોજ ડભોઇ સેવા સદન ખાતે એસ.ડી. એમ ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.
મુસ્લિમ બિરાદરો નો પવિત્ર તહેવાર એટલે રમજાન માસ આ રમઝાન માસ પૂર્ણ થતાં રમઝાન ઈદનો તહેવાર અને પરશુરામ ભગવાન નો જન્મોત્સવ ને લઈ ડભોઇ – દભૉવતી નગરીમાં બંને સમુદાયના લોકો આ તહેવાર ધામધૂમથી ઉજવે તે હેતુથી બંને સમુદાયના આગેવાનોના સૂચનો પણ લેવામાં આવ્યા હતા. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના જણાવ્યા મુજબ છેલ્લા સાડાચાર વર્ષ થી ડભોઈ દર્ભાવતિ નગરીમાં બંને કોમ વચ્ચે કોઈપણ અણ બનાવ બન્યો નથી. એ જ પ્રમાણે આગામી દિવસોમાં પણ બંને કોમ હળી-મળીને પોતપોતાના તહેવારો ધામધૂમથી ઊજવાશે એવી આશા વ્યક્ત કરી હતી.
એસ.ડી.એમ ની અધ્યક્ષતામાં મળેલી શાંતિ સમિતિની આ બેઠકમાં ડીવાય એસ.પી, ડભોઇ પોલીસ ઇન્સ્પેક્ટર ,પાલિકાના પ્રમુખ અને બંને કોમના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here