બોડેલી : ૧૦ કરોડના ખર્ચે બનેલી હેરાન જળાશય યોજના હેઠળની લાઇનિંગ એક જ વરસાદમાં ધોવાઈ ગઈ તેમછતાં તપાસના બદલે કરોડોના બીલ ચૂકવાયા હોવાની લોકચર્ચા…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી. ૧૦ કરોડના ખર્ચે બનેલી હેરાન જળાશય યોજના લાઇનિંગ ના એક જ વરસાદમાં ભાગી ને ભુક્કા બોલી ગયા હતા તોય તપાસની બદલે કરોડો ના બીલ ચૂકવાય છે કેમ… જેતપુર તાલુકામાંથી પસાર થતી હેરાન કેનાલ યોજના હાલ બોડેલી તાલુકામાં ગણાય છે રાજ વાસણા પાસેથી તેનું સોસ છે હેરાન સિંચાઇ કેનાલ નું ત્યાંથી પાણી નીકળતું હતું પણ હવે નર્મદા મુખ્ય કેનાલમાંથી તેને પંચર કરી આ કેનાલમાં પાણી આપવામાં આવે છે અને આ યોજના ખેડૂતો માટે ખૂબ ઉપયોગી હતી આ હેરાન કેનાલનું કામ લગભગ ૧૦ કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું કોસીન્દ્રા થી ચલામલી ની વચ્ચે ખરેડા ગામ પાસે આ કેનલ ૧૦ જુલાઇના રોજ ભારે વરસાદને લીધે આ કેનલ ભાંગીને ભૂકો થઇ ગઇ હતી અને સૂત્રો જાણ મુજબ ૨૫મી જુલાઈના રોજ એક કરોડનું બિલ ચૂકવી આપવામાં આવ્યું છે તો આ કેવો ન્યાય કહેવાય ખરેખર આ અંગે તપાસ થવી જોઇએ તપાસની જગ્યાએ પૈસા આપવામાં આવે છે કરોડોનું બીલ અને હકીકતમાં કસૂરવાર ને સજા થવી જોઈએ આ કેનાલ રાજ બોડેલી થી લઈને કોસિન્દ્રા ભાટપુર ઇદ્રાલ ના આજુબાજુ ખેડૂતો માટે જીવનદોરી જેવું સાબિત થઇ હતી આ કેનાલનું બનતા પહેલા પણ પાણી નથી મળ્યું અને બન્યાંપછી પણ પાણી નથી મળ્યું ત્યારે આ વિસ્તારના ખેડૂતો સરકારી તંત્ર નો વિરોધ કરે છે કાશીપુરા ના અંચીત પટેલે જણાવ્યું હતું કે ગયા વર્ષે ચેનલ બધી ત્યારે પણ પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું અને આ વર્ષે કેનાલ તૂટી ગયા હોવાથી પાણી મળ્યુ નથી અત્યારે હવે ખેડૂતોને પાણીની જરૂર છે ત્યારે આ તંત્ર ક્યારે જાગશે અને ખેડૂતોને ખેતી માટે પાણી આપશે અને આ શિયાળા પાકને પણ નુકસાન જશે તેવું ખેડૂતોનું કહેવું છે અને આ સરકાર ના પ્રશ્નો છે કે કોન્ટ્રાક્ટરનું પ્રશ્ન છે તેમાં અમે પડવા નથી માંગતા અમને તો બસ કેનલ જલ્દીથી રીપેર કરો અને ખેડૂતોને ખેતી માટે પાણી આપો તેવી ખેડૂતો તેમની વેદના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here