ડેડીયાપાડા તાલુકાના પૂર્વપટ્ટીનાં ગામડાઓમાં ધોધમાર વરસાદ – બરફના કરા પણ પડ્યા

ડેડીયાપાડા,(નર્મદા) આશિક પઠાણ :-

ડેડીયાપાડા સહિત સમગ્ર પૂર્વપટ્ટી માં વરસાદી ઝાપટુ પડતા ખેડૂત પુત્રો ચિંતામાં

વેડછા ગામે ખેતરમાં ધાસ ના માંડવા ઉપર વીજળી પડતા માંડવો બળી ના ભસ્મીભૂત

નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ પીપલોદ, સાંકળી, સીગલ ગભાણ, કોકમ, ડુમખલ સહિત આજુબાજુ નાં ગામડાઓ માં બપોરના ૩ વાગ્યા ની આસપાસ અચાનક વાતાવરણ માં પલટો આવતાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, તેમજ અમુક ગામડાઓમાં કરા પણ પડયા હતા. તેમજ અચાનક વરસાદના ઝાપટા વરસતા ખેડૂતોમાં ચિંતા નો વિષય બન્યો હતો.

એક તરફ કોરોના મહામારી ના કહેર ને કારણે લોકોએ ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ તરફ વાતાવરણ પણ ગ્લોબલ વોર્મિંગની અસરોને કારણે દિવસેને દિવસે બદલાતું જઇ રહ્યું છે. ત્યારે આ સમયને જાણે કુદરત નો કહેર છે કે કેમ તેમ લોકોમાં પણ ચિંતા નો વિષય બન્યો છે. ત્યારે દેડીયાપાડા નાં પીપલોદ,સાંકળી, સીગલ ગભાણ, કોકમ, ડુમખલ અનેક ગામો માં વરસાદી ઝાપટું પડ્યું હતું. વેડછા ગામ ખાતે ભારે કડાકા ભડાકા થતા વીજળી પણ પડી હતી જેથી ખેતરમાં ધાસ નો માંડવો બળી ને ભસ્મીભૂત થયો હતો જોકે કોઈ જાતની જાનહાનિ થઇ નહોતી. ઉનાળો બરાબરનો જામેલો હોય અચાનક જ વરસાદ થતાં ગામડાના લોકોએ ગરમી થી હાશકારોઅનુભવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here