છોટાઉદેપુર પો.સ્ટે.માં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લાં ત્રણ વર્ષથી નાસતા ફરતા રાજય બહારના આરોપીને ઝડપી પાડતી એલસીબી પોલીસ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

એમ.એસ.ભરાડા ઇન્ચા.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો બે કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુર નાઓને સુચના આપેલ જે સબંધે એચ.એચ.રાઉલજી નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન – બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં થર્ડ ગુ.ર.નં-૪૫૨/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫ ઇ,૯૮(૨), ૮૧, ૮૩ મુજબના ગુનાના કામે પકડવાનો બાકી આરોપી કવાંટ નસવાડી ચોકડી ઉપર ઉભેલ છે. જેથી એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા બાતમી મુજબના ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કવાંટ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. મ

  • પકડાયેલ ઇસમ ઃ
    રમેશભાઇ ખુમાનસીંગ ઉર્ફે ખુમસીંગભાઇ રાઠવા રહે.નાના રાયછા તા.કઠીવાડા જી.અલીરાજપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here