બોડેલી હાલોલ રોડ પર મહાકાળી ડેરી આગળ કોઈ અજાણ્યો ઈસમ એકટીવાની ડીકકી તોડી ₹3,00,000 રોકડાની ચોરી કરી ફરાર

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી હાલોલ રોડ પરના ગજાનંદ કોમ્પ્લેક્સ સામે મહાકાળી ડેરી આગળ કોઈ અજાણ્યા ઈસમે એકટીવા ની ડીકકી તોડી ₹3,00,000 રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા અંગેની ફરિયાદ બોડેલી પોલીસ મથકે નોંધાવવા પામી છે.     પ્રાપ્ત માહિતી મુજબ બોડેલી ખાતે આવેલ તેજ માર્કેટીગમાં કામ કરતા હસમુખભાઈ વિઠ્ઠલભાઈ બારીયા બોડેલીના અચલશરણ પ્રેમસ્વરુપ ભગતની ઓફિસમાં નોકરી કરે છે તેજ માર્કેટીંગ ના શેઠે હસમુખભાઈને કોટક મહિન્દ્રા બેન્કનો રૂપિયા ૩ લાખનો ચેક નં.૨૨૯૭ ભરી બેંકમાંથી નાણાં ઉપાડવા આપેલ અને જણાવેલ કે કોટક મહિન્દ્રા બેન્કમાંથી પૈસા ઉપાડી લાવો તેમ જણાવતા શેઠની એકટીવા નં.જીજે ૩૪ સી ૩૩૮૨ લઈને બપોરના સમય દરમ્યાન બેન્કમાં ગયેલ અને રૂપિયા ત્રણ લાખની રકમ રોકડમાં ઉપાડેલ અને ત્યારબાદ હસમુખભાઈ પૈસા ઉપાડીને લઈને બેન્કમાંથી બહાર આવી અને એકટીવાની ડીકીમા પૈસા મુકી તેને લોક મારી દિધેલ અને હસમુખભાઈ જ્યારે પૈસા ઉપાડવા માટે આવેલ ત્યારે તેના શેઠે ફોન કરી  જણાવેલ કે બપોરના જમવાનો સમય થયો છે જેથી કોટક મહિન્દ્રા બેન્કની સામે આવેલ મહાકાળી ડેરીમાંથી છાશ લેતા આવજો જેથી હસમુખભાઈ મહાકાળી ડેરીમાંથી છાસ લઈને પરત પોતાના શેઠની તેજ માર્કેટિંગની દુકાને જતા અને એકટીવાની ડીકી ખોલતા ડીકીમાં પૈસા ન હતા જેથી હસમુખભાઈ તાત્કાલિક મહાકાળી ડેરીએ ગયેલ અને જોયેલ તો ત્યાં પણ પૈસા ન હોય ચોરી અંગે આસપાસ તપાસ કરતા કોઈ ભાળ મળી ન હતી જેથી મહાકાળી ડેરી પાસેથી કોઈ ચોર એકટીવાની ડીકી ખોલી ₹3 લાખ રોકડા ચોરી થવા અંગે  સંદર્ભે બોડેલી પોલીસ મથકે નોંધાવી હતી જેથી બોડેલી પોલીસે જરૂરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here