ગોધરા તાલુકાની કંકુથાભલા અને નસીરપુર પ્રાથમિક શાળાઓમાં સુવિધાઓનો અભાવ

ગોધરા, (પંચમહાલ) ચારણ એસ વી :-

આપ” ના CYSS જિલ્લા પ્રમુખ કૃતિકસિહ બારીઆએ મુલાકાત લીધી

આજ રોજ પંચમહાલ જિલ્લાના આમ આદમી પાર્ટીના સોશિયલ મિડિયા ઇન્ચાર્જ તથાCYSS પ્રમુખ કૃતિકસિંહ બારીઆ દ્વારા ગોધરા તાલુકાનની કંકુથાંભલા પ્રાથમિક શાળા અને નસીરપુર પ્રાથમિક સરકારી શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી.
મુલાકાત દ્વારા જાણવા મળ્યું હતું કે બાળકને પીવા માટે પાણીની સુવિધા નથી બાળકોને બેસવા માટે પૂરતા વર્ગખંડનો અભાવ તથા વર્ગ ખંડ ઉપર પતરાં નો ઉપયોગ કરીને બનાવેલ જોવા મળ્યા હતા કોઈ ડેવલોપમેન્ટ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા ન મળ્યું આખી શાળામાં માત્ર એક જ શૌચાલય તે પણ સ્વચ્છતા વગરનું જોવા મળ્યું હતું. ભાજપ સરકાર ની મુહિમ “સૌ ભણે સૌ આગળ વધે” ની વાતો માત્ર સરકારી કાગળ પૂરતી રહી ગઈ હોય તેવું પ્રતીત થાય છે. આ આધુનિક જમાનામાં સરકારી શાળાની આ હાલત ગુજરાત સરકાર માટે શરમ સમાન છે.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ દ્વારા કાર્યકરોને માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી છે કે, આપની નજીકમાં સરકારી શાળાઓ, સરકારી દવાખાનાઓ કે પછી રોડ, રસ્તા, વિજળી, પાણી, આરોગ્ય, ગટર, શિક્ષણ, ખેતી, સુરક્ષા, સુવિધા જેવી તમામ બાબતો ઉપર નજર કરી, સ્થળ મુલાકાત કરી ગામ લોકો સાથે ચર્ચા કરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે તથા શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તે માટે કામગીરી કરવી અને જે તે વિભાગમાં રજૂઆત કરવી જોઈએ. આપણે વિપક્ષની ભૂમિકા તથા રાજકીય પક્ષની ભૂમિકા અદા કરવી જોઈએ. લોકોની સમસ્યાઓની વાચા બનવા ગ્રાઉન્ડ પર ઉતરવું જોઈએ અને સામાન્ય લોકોને મદદરૂપ થવું જોઈએ. લોકોના અધિકારો અને હક્ક અપાવવા કામગીરી કરવી જોઈએ એવા માર્ગદર્શન હેઠળ આજ રોજ જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તથા CYSS પ્રમુખ કૃતિકસિહ બારીઆએ શાળાઓની મુલાકાત લીધી હતી તેમાં ઘણી બધી અસુવિધાજનક સ્થિતિ જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here