પંચમહાલ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ સાતમા વિશ્વ યોગ દિવસને લઇને જિલ્લાના યોગા કોચ/ટ્રેનરને મુખ્યમંત્રીના હસ્તે વર્ચ્યુઅલી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

આજરોજ સમગ્ર વિશ્વમાં સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આજે વિશ્વ યોગ દિનને લઇને જિલ્લા સેવાસદન-૧ ખાતે કોન્ફરન્સ હોલમાં જિલ્લાના યોગ ટ્રેનરોને મુખ્યમંત્રીના હસ્તે ઓનલાઈન પ્રમાણપત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી પોતાના નિવાસસ્થાને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા, મુખ્યમંત્રીશ્રી દ્વારા ઓનલાઇન વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના ૨૦ યોગા ટ્રેનર/ કોચને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, આ પ્રસંગે રાજયકક્ષાના મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમાર, ધારાસભ્યશ્રી સુમનબેન ચૌહાણ, ધારાસભ્યશ્રી નિમિષાબેન સુથાર, જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી રાઠોડ, અધિક નિવાસી કલેકટર એલ બી બાંભણીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી ડી રાઠવા, જિલ્લા રમતગમત અધિકારીશ્રી પ્રકાશ કલાસ્વા, કાલોલ નગરપાલિકા પ્રમુખ શ્રી શેફાલીબેન તેમજ જિલ્લાના વિવિધ યોગા કોચ/ટ્રેનર અને અન્ય પદાધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રમાણપત્રો મેળવનાર જિલ્લાના યોગ કોચ ટ્રેનરની યાદી

૧. કેતકીબેન રષેશકુમાર શાહ
૨ સોનલબેન શ્યામલાલ પરીખ
૩ પદ્માબેન પી જોશી
૪ સોનલ જીગ્નેશભાઈ દરજી
૫ પિન્કીબેન મેકવાન
૬ દિપીકાબેન ગોવિંદભાઈ પટેલ
૭. કાજલબેન ગોપાલભાઈ જસવાણી
૮ નરહરિ દેવશંકર પંડ્યા
૯ હસમુખ નટવરભાઈ હડીયલ
૧૦ હેમાંગી મિતેશકુમાર મહેતા
૧૧ ભાવિકાબેન એમ પારેખ
૧૨ શાહ રિતિકા ઉમેશકુમાર 13
૧૩ હડિયેલ ઉન્નતિ હસમુખભાઈ
૧૪ સોલંકી સંગીતાબેન દીપકભાઈ
૧૫ જસ્વાણી એકતા ગોપાલભાઈ
૧૬ સોલંકી રીટાબેન કિરીટસિંહ
૧૭ પટેલ કરણ કમલેશભાઈ
૧૮ ધાનકા સ્નેહકુમારી વિનોદભાઈ
૧૯ ભોઈ ઉર્મિલાબેન મુકેશભાઈ
૨૦ રાણા કલ્પનાબેન ભુપેન્દ્રકુમાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here