બોડેલી સેવાસદનના ટોયલેટ માંથી બોડેલી તાલુકાના બડાલીયા ગામના ૫૮ વર્ષીય આધેડની લાસ મળી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

મળતી વિગતો મુજબ મૂળ બડાલીયા ગામના રહેવાસી સનાભાઇ મોહનભાઈ જેવો રેશનકાર્ડ કામગીરી અર્થે તારીખ 27 12 ના રોજ બોડેલી સેવા સદન ખાતે આવેલા.
જેવો સેવા સદનમાં કુદરતી હાજતે જતા સેવા સદનના ટોયલેટમાંજ તેવોનુ કુદરતી મોતની નિપજ્યું હતું

શનાભાઈ સમયસર ઘરે ન જતા તેઓના સંબંધિઓએ મોબાઈલ ફોનપર સંપર્ક કરતા રીંગ વાગવા છતાં કોઈ સંપર્ક થતો ન હતો
તારીખ 28 12 ના રોજ સવારના સેવા સદનના ટોયલેટ માં રીંગો વાગતા સિક્યુરિટી ગાર્ડ એ ટોયલેટના દરવાજે તપાસ કરતાં દરવાજો અંદરથી બંધ હતો જેથી સિક્યુરિટી ગાર્ડે એકત્રિત થયેલા લોકોને જાણ કરી હતી અને ટોયલેટ નો દરવાજો તોડી જોયું તો અંદર સનાભાઇ રાઠવા મૃત્યુ હાલતમાં પડેલ હતા.
જેઓના સંબંધીને જાણ કરતા સંબંધીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ધટના નીજાણ બોડેલી પોલીસને કરાતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી108 મારફતે મૃતકની લાશને પી એમ અર્થે મોકલી આપી હતી
જ્યાં હાજર તબીબો એ સનાભાઇ રાઠવા ને મૃતજાહેર કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here