છોટા ઉદેપુર : કોસીયા ગામે ચાર વર્ષ પહેલા નજીવી બાબતે વાંસના ડિંગા વડે માથાના ભાગે મારી મોતને ઘાટ ઉતારવાના કેસમાં આરોપીને ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજીવન કેદની સજા અને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

કોસીયા ગામે ચાર વર્ષ પહેલા ખેતરમાં આવેલા વાંસ સાથે બળદ બાંધવા જેવી નજીવી બાબતે એક ઇસમને વાંસના ડિંગા વડે માથાના ભાગે મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા..

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના તાલુકાના કોસીયા ગામે રહેતા દિપસિંગભાઈ ભંગડાભાઈ રાઠવાએ પોતાના બળદ વાંસના ઝાડ સાથે બાંધ્યા હતા. ત્યારે ગામનો જ મહેશ ભણતા નાયકા આવીને દીપસિંગભાઈને ગમે તેવા અપશબ્દો બોલી તું મારા ખેતરમાં આવેલા વાંસના ઝાડ સાથે કેમ બળદ બાંધે છે? કહીને હાથમાં રહેલા વાંસના ડીંગા વડે માથાના પાછળના ભાગે તેમજ કાંડાના ભાગે મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ અંગેનો કેસ છોટા ઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતાં નામદાર કોર્ટે આરોપી મહેશ ભણતા નાયકાને આજીવન કેદ તથા રૂ. 5 હજારના દંડની સજા ફટકારી દાખલા રૂપ ચુકાદો આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here