બોડેલી : શેઠ ટી સી કાપડિયા કોલેજ ખાતે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત કાયૅક્રમ યોજાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

સમગ્ર રાજ્યમાં ચુંટણી પૂર્વે મતદાતા નોંધણીનું કામ ચુંટણી પંચ દ્વારા કરવામાં આવતું હોય છે પરંતુ આ વખતે પ્રથમ વખત દેશમાં કોઈ રાજકીય પાર્ટી ભાજપા દ્વારા મતદાતા ચેતના અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં ૧૮ વષૅ પૂર્ણ થયા હોય તેવા મતદારોનાં નામની નોંધણી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે આગામી તારીખ 31ઓગષટ સુધી રાજ્યભરમાં યુવા મતદારોના નામની નોંધણી કરવામાં આવનાર છે ત્યારે આજરોજ બોડેલી ખાતે આવેલ શેઠ ટી.સી.કાપડિયા કોલેજ ખાતે લોકતંત્રને મજબૂત કરવા નવા યુવા મતદારોને  મતદાર યાદીમાં મતદાન માટેના અધિકારથી વંચિત ન રહે તે માટે જાગૃતિ મતદાતા ચેતના અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે તે અંગેની વિસ્તૃત માહિતી અપાઈ હતી ભાજપા દ્વારા મતદાન ચેતના અભિયાન અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓને મતદાર તરીકેની નોંધણી કરાવવા ફોમૅનુ વિતરણ અને માગૅદશૅન પણ પુરું પાડવામાં આવ્યું હતુ કાયૅક્રમમા ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા કોષાધ્યક્ષ રાજુભાઈ ઉમાવાળાએ જણાવ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના માગૅદશૅન હેઠળ ભારતનો એક પણ નાગરિક મતાધિકારથી વંચિત ન રહે તેઓને તેમના મતાધિકાર પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશથી મતદાતા ચેતના અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપા ઉપપ્રમુખ સંદીપ શમૉ,મંત્રી કંચનભાઈ પટેલ,જીલ્લા કોષાધ્યક્ષ રાજુભાઈ ઉમાવાળા, યશપાલ સિંહ ઠાકોર, વાલજીભાઈ બારીયા,પુષ્કર પટેલ,સંજય રાઠવા,રણછોડ ભરવાડ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here