પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત શહેરા તાલુકાની અણિયાદ પ્રા.શાળા ખાતે મામલતદાર ડૉ.પૂર્વેશ ડામોરના વરદ હસ્તે શુભારંભ કરાયો…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત આજરોજ શહેરા તાલુકાની 244 પ્રાથમિક શાળાઓમાં 45000 જેટલા વિદ્યાર્થીઓ માટે પ્રધાનમંત્રી પોષણ યોજના કાર્યરત કરવામાં આવી હતી. જેમાં અણિયાદ પ્રા.શાળા ખાતે મામલતદાર, શહેરા ડૉ.પૂર્વેશ ડામોર સાહેબની અધ્યક્ષતામાં શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયત, શહેરા પ્રમુખ રયજીભાઈ નાયક,અણિયાદ જિલ્લા પંચાયત સદસ્ય વિનુભાઈ નાયક, બી.આર.સી.કૉ.ઓર્ડીનેટર, શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર તેમજ સરપંચ, એસ.એમ.સી.સભ્યો, સ્થાનિક સત્તા મંડળના સભ્યો, સામાજિક કાર્યકર રમણભાઈ રાઠોડ, સી.આર.સી.કો.ઓર્ડીનેટર ભુપેન્દ્રસિંહ સોલંકી, એમ.ડી.એમ.કો.ઓર્ડીનેટર હિતેશ પરમાર તેમજ અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભાવ્યો હતો. દીપ પ્રાગટ્ય કર્યા બાદ શાળા પરિવાર દ્વારા મહેમાનોનું ફૂલછડીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટે મેનુ મુજબ બપોરનું ભોજન સ્વાદિષ્ટ અને ગુણવત્તા સભર બનાવવામાં આવ્યું હતું. સાંજે 4 કલાકે નાસ્તો પણ આપવામાં આવશે. મામલતદાર શહેરાએ સૌ બાળકોને આશીર્વાદ પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓમાં પધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓની હાજરીમાં પણ સુધારો જોવા મળ્યો હતો. સમગ્ર સંચાલન ભુપેન્દ્રસિંહ સોલંકી તેમજ ફોટોગ્રાફ અશોક શર્માએ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here