બોડેલી પોલીસે ગોવિંદપુરા ગામ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક સફેદ કલરની બોલેરો ઝડપી પાડી

બોડેલી,(છોટાઉદેપુર)
ઇમ્તિયાઝ મેમણ

છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા નાઓએ છોટાઉદેપુર જીલ્લામાં પ્રોહી જુગારની પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત – નાબુદ કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અમલદારઓને પ્રોહીની પ્રવૃતિ હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત – નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ જે આધારે છોટાઉદેપુર ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક
એ.વી.કાટકડ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ બોડેલી પીએસઆઇ એ.એસ.સરવૈયા તેમજ સ્ટાફના એ.એસ.આઇ જયંતીભાઇ બંદુભાઇ, એ.એસ.આઇ કાળીદાસભાઇ મથુરભાઈ, આ.પો.કો.રામદેવભાઈ રૂખડભાઈ સાથે બોડેલી તાલુકામાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે સમય દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે ગોવિંદપુરા ગામ પાસે એક સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડી નંબર GJ – 34 – T – 0227 માં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ ૧૨૦ કિ.રૂ .૬૩,૦૦૦ ના પ્રોહી મુદામાલ સાથે બે ઇસમો ( ૧ ) અભેસીંગભાઇ ભલજીભાઇ રાઠવા ઉ.વ .૩૨ રહે.પીપલદી પીપળ ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર ( ૨ ) કમલેશભાઇ ગમજીભાઇ રાઠવા ઉ.વ .૩૧ રહે.નાખલ વાગધરા ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર ની ધરપકડ કરી બોલેરો પીકઅપ ગાડી ની કિ.રૂ .૫,૦૦,૦૦૦ તેમજ મોબાઈલ નંગ -૨ ની કિ.રૂ .૫૫૦૦ મળી કુલ કિ.રૂ. ૫,૬૮,૫૦૦ મુદામાલ કબ્જે કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે તેમજ અન્ય ફરાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here