બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરી ચૂંટાયા કાર્યકરોમાં ખુશી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ ડો.શીતલકુંવરબા મહારાઉલ,ઉપપ્રમુખ સંજય રાઠવા બિનહરીફ ચૂંટાયા

બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ પદે ડો. શીતલ કુંવરબા હેમરાજસિંહ મહારાઉલની વરણી કરાતાં ભાજપ છાવણીમાં આનંદની લાગણી વ્યાપી છે. જ્યારે ઉપપ્રમુખપદે સંજયભાઈ ગોરધનભાઈ રાઠવાની વરણી કરાઈ છે. બંનેના એક એક જ ફોર્મ ભરાતાં બિનહરીફ જાહેર થયા હતા. શીતલ કુંવરબાને રિપીટ કરી પાર્ટીએ તેઓમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે કિરણભાઈ રાઠવા, પક્ષના નેતા દિવ્યેશ પટેલ અને દંડક વિકાસ રાઠવાનો મેન્ડેટ આવ્યો હતો
છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ પદે ડો. શીતલ કુંવરબા હેમરાજસિંહ મહારાઉલની વરણી કરાતાં ભાજપ છાવણીમાં આનંદની લાગણી વ્યાપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here