જાહેરનામાના ભંગ બદલ નવ ઈસમોની અટકાયત કરતી કાલોલ પોલીસ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

વિશ્વભરમાં જ્યારે કોરોનાનું પ્રમાણ વધી રહ્યું છે ગુજરાત સરકાર દ્વારા જાહેરનામુ બહાર પાડી સામાજિક અંતર જાળવવા, મોઢા ઉપર માસ્ક પહેરવા તથા ચારથી વધુ માણસોના ટોળા એકત્ર થવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે કાલોલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં રવિવારે બપોરે ટોટલ લુબ્રિકન્ટ અને ભૂમિ ઓટોમોબાઇલ ભૂમિ લુબ્રિકન્ટ નામની દુકાન પાસે ટોળું થઈને ઉભેલા માણસો જોતા કાલોલ પોલીસ દ્વારા દ્વારા જાહેરનામાના ભંગ બદલ નવ ઈસમોની અટકાયત કરી પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું બહાર આવ્યુ છે કારણ વગર ટોળું ભેગા કરીને ગપ્પાબાજી કરતા કોરોના જેવી મહામારીને નજરઅંદાજ કરતા લોકોમાં કાલોલ પોલીસ દ્વારા કરેલી કાર્યવાહીના કારણે ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here