બોડેલી તાલુકાની 19 ગ્રામ પંચાયતમાં નકલી સહી કૌભાંડના મામલામા SITની ટીમની રચના કરાઇ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકા પંચાયત સદસ્ય જી ગ્નેશભાઈ રાઠવા જિલ્લાની 19 ગ્રામ પંચાયતોના લેવડદેવડ બાબતે કોની ડીએસસી વાપરવામાં આવી છે તે અંગેની માહિતી ટૂંકા ભૂતકાળમાં બોડેલી તાલુકા વિકાસ અધિકારી પાસે માંગી હતી.
જેમાં તાલુકા વિકાસ અધિકારી બોડેલી દ્વારા જીગ્નેશ ભાઈ રાઠવા ને 19 ગ્રામ પંચાયતની વિગતવાર માહિતી કાગળ ઉપર આપવામાં આવી હતી. જેમાં દર્શાવેલ વિગતોમાં વહીવટદાર થી નાણા ની લેવડદેવડ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જીગ્નેશભાઈ રાઠવા પાસેથી જાણવા મળ્યું હતું. જેમાં માંગેલી માહિતીમાં છોટાઉદેપુર જિલ્લાની 19 ગ્રામ પંચાયતોનો ના નાણાંની લેવડદેવડ વહીવટદાર થી ઉલ્લેખ થયેલ છે નો અપાયેલા જવાબમાં ઉલ્લેખ થયેલો જોવા મળ્યો હતો. જ્યારે જીગ્નેશભાઈ ના જણાવ્યા અનુસાર ગવર્મેન્ટની એપ કે જે મેરી પંચાયતમાં જે વિગત બતાવે છે તે તેમજ તાલુકા વિકાસ અધિકારીએ આપેલી માહિતીમાં ખૂબ જ મોટો તફાવત આવતાં જીગ્નેશભાઈ રાઠવા એ જિલ્લા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર અને છોટાઉદેપુર જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આ બાબતે વિસ્તૃતમાં 19 પંચાયતોના પુરાવા સાથે આ મામલે તપાસ કરવા લેખીત રજૂઆત કરવામાં આવી હતી.
આ સમગ્ર મામલે તપાસ જિલ્લા પંચાયત નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાજુભાઈ પરમાર દ્વારા કરવામાં આવી રહી હતી અને,તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે, પ્રાથમિક તપાસમાં તલાટીઓ અને વહીવટદારોના નિવદનો લેવામાં આવ્યા છે.સમગ્ર મામલે તપાસ કરવા માટે તપાસ સમિતિ નિમાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here