બોડેલી ખાતે છોટાઉદેપુર જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ગુજરાત રાજ્ય પશુ પાલન ખાતું ગાંધીનગર તથા જિલ્લા પંચાયત છોટાઉદેપુરના પશુપાલન શાખાના સંયુક્ત ઉપક્રમે સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીની અધ્યક્ષસ્થા હેઠળ જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનુ બોડેલીની ભક્ત વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ. ધારાસભ્ય અભેસિંહ તડવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પશુ પાલકોની આવક બમણી થાય અને પશુઓ વધુ દૂધ આપી શકે તે માટે નવા નવા સંશોધનો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલન શિબિર યોજીને પશુપાલકોને જાગૃત કરવામા આવી રહ્યા છે આ ઉપરાંત પશુપાલકોને પશુઓના રહેઠાણ,ખોરાક,માવજત વિશે જાગૃત રહેવાથી દૂધના ઉત્પાદનમા વધારો થશે અને વધુ આવક મેળવી શકશે.છોટા ઉદેપુર જીલ્લા નાયબ પશુ નિયામક ડૉ. વિક્રાંત ગરાસીયાએ પશુપાલકોને જણાવ્યું હતું કે આઈ ખેડૂત પોટૅલનો લાભ લેવા અને કૃષિમા અથવા પશુપાલનના વ્યવસાય મા કંઈ પણ તકલીફ જણાય તો પશુપાલન અધિકારીનો સંપર્ક સાધવાથી વધુ માહિતી મળી શકશે આ ઉપરાંત બેન્ક દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અને પશુપાલન વિભાગ દ્વારા આપવામાં આવતી સહાય વિશે માહિતીગાર થવા જણાવ્યું હતુ બોડેલીના પશુ ચિકિત્સક ડો.નિમેષ પટેલે જણાવ્યું હતું કે ડેરીનો વ્યવસાય શ્રેષ્ઠ વ્યવસાય છે દૂધના વ્યવસાય થકી જ ટેકનોલોજી અપનાવી વધુ આવક મેળવી શકાય છે આ વ્યવસાયમાં ક્યારેય મંદી નહિ આવે કે આ વ્યવસાય બંધ થવાનો નથી તેથી પશુપાલકે વધુ આવક મેળવવા માટે પશુઓને સ્વચ્છ રાખવા અને સારો ખોરાક આપવા ઉપરાંત પશુ સંલગ્ન માહિતી મેળવી લેવા માટે જણાવ્યું હતુ નાયબ પશુ નિયામકના જણાવ્યું હતું કે પશુપાલનનો વ્યવસાયએ દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે તેમ જણાવી આઈ ખેડૂત પોટૅલ દ્વારા તમામ યોજનાઓના ફોર્મ અને યોજનાઓને લગતી માહિતી આંગળીના ટેરવા પર ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું પશુપાલન ખાતાની યોજનાઓથી જિલ્લામાં થયેલા લાભ કેટલા અને કેવી રીતે મળી શકે છે તે વિશે વિસ્તૃત માગૅદશૅન પુરૂં પાડ્યું હતું બોડેલી ખાતે યોજાયેલ પશુ શિબિરમાં બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ ડૉ.શિતલકુંવરબા મહારાઉલ,જીલ્લાના પશુ ચિકિત્સકો સહિત મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here