કાલોલમાં ચોર્યાસી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ અને શહેર તાલુકાના વિવિધ શિવાલયોમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

શિવરાત્રી એટલે ભોળા શંકર ભગવાન ના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાય ના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્‍ન કરે છે. આ વર્ષે મહાશિવરાત્રિ 2023 એટલા માટે પણ મહત્વની રહેશે કારણ કે, એક તરફ પ્રદોષ વ્રત અને શનિવાર હશે. તેથી ઘણા શુભ યોગ પણ રહેશે. મહાશિવરાત્રિ પર શ્રવણ નક્ષત્ર સાંજે 5:40 પછી શરૂ થશે અને ઉત્તરાષાદ નક્ષત્ર સાંજે 5:40 સુધી રહેશે. ઉત્તરાષદનો છેલ્લો તબક્કો અને શ્રવણ નક્ષત્રનો પ્રથમ તબક્કો ખાસ કરીને અભિજિત નક્ષત્રને જન્મ આપે છે. જ્યારે શ્રવણ નક્ષત્ર આવશે ત્યારે સ્થિર યોગ ઉત્પન્ન થશે અને સિદ્ધિ યોગ બનશે. આવી સ્થિતિમાં ભગવાન શિવની પૂજા કરવી ખૂબ જ ફળદાયી રહેશે.શ્રી ચોર્યાસી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ કાલોલ દ્વારા મહા શિવરાત્રી પર્વની ઉજવણી હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી.  શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં દશૅન અર્થે વહેલી સવારથી ભક્તોનું ઘોડપુર ઉમટ્યું હતું.સિદ્ધનાથ મહાદેવ અને કાશી વિશ્વનાથ મંદિરના શિખર પર નવીન ધ્વજા આરોહણ કરવામાં આવી હતી..બપોરે શ્રી સિદ્ધનાથ મહાદેવ ખાતેથી મહાલક્ષ્મી ચોક થઈ શિવજીની ભવ્ય શોભા યાત્રા કાલોલ નગરમાં વાજતે ગાજતે નિકળી હતી જ્યાં ઠેર ઠેર શિવજીનું ભવ્ય સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં કાલોલ નગર તેમજ આસપાસના ગામોમાંથી ભૂદેવો અને નગરજનોએ ભાગ લઈ દેવાધિદેવ મહાદેવ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. પરત ફરેલ શોભાયાત્રાનું સ્વાગત કરી સૌએ મહાઆરતીમાં ભાગ લઈ હર હર મહાદેવના નાદ થી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું . કાલોલ શહેર માં શિવજી ની શોભાયાત્રા નીકળી શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે ભક્તોએ કર્યાં શિવના દર્શન. મહા શિવરાત્રી નિમિતે શિવજીની શોભાયાત્રા નું આયોજન હર હર બમ..બમ..ભોલે નાદ સાથે આજરોજ મહાશિવરાત્રીના મહાઉત્સવ નિમિતે સોમનાથ પાતળેશ્વર મહાદેવ મંદિરના ભક્તો દ્વારા આયોજીત શિવ ભક્ત વકીલ વિજયભાઇ પાઠક ના નિવાસ્થાન નવાપુરા રોડ ભાથીજી મંદિર પાસેથી શિવ શોભાયાત્રા સવારે ૯:૩૦ કલાકે પ્રસ્થાન કરી કાલોલના વિવિધ માર્ગો પરથી પસાર થઇ સોમનાથ પાતળેશ્વર મહાદેવ મંદિર ગોમાનદી તટ મુકામે પહોંચી શિવ મંદિર માં ભક્તો શિવ મહિમાના નાદ સાથે શિવજીને ઉપવાસના કરી હતી. કાલોલના પાતાળેશ્ર્વર મંદિરમાં શિવરાત્રી લઈને દર વર્ષે વેલી સવારથી ભક્તોની લાંબી લાઈનો લાગી હતી.જે અંતર્ગત મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને અગવડ ના પડે તે રીતે દર્શનને વ્યવસ્થા કરી હતી.કાલોલ સહીત તાલુકાની ધર્મ પ્રેમી જનતા મહાશિવરાત્રીના પર્વ લઇ તાલુકાના વિવિધ શિવજી નાં મંદિરો ખાતે ભકિતનું ઘોડાપૂર ઉમટી પડયુ હતુ. કાલોલ તાલુકાના મધવાસ ખાતે આવેલા ગૌશનેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી જ્યા શાસ્ત્રોક્ત વિધિથી શિવ પુજા યોજવામાં આવી હતી અને ભક્તો માટે ફરાળી બટાકા નો પ્રસાદ અને ભાંગ નો પ્રસાદ પણ આપવામા આવ્યો હતો. મલાવના આપેશ્વર મહાદેવ તથા ઘુસર ગામે આવેલ મહાદેવ મંદિર ખાતે પણ શિવરાત્રી નિમિતે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here