બોડેલી તાલુકાના શિક્ષકોને આર્થિક રીતે અતિમહત્વનો ભાગ ભજવતી પ્રાથમિક શિક્ષક સહકારી શરાફી મંડળીની ચૂંટણી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી કુમાર શાળામાં સવારે ૯ કલાકે યોજવામાં આવી હતી.જેમાં પ્રમુખ તરીકે કાશીપુરા પ્રાથમિક શાળાના પટેલ વિશાલકુમાર ગોવિંદભાઈ અને ઉપપ્રમુખ તરીકે ઊંચાપાન પ્રાથમિક શાળાના રાઠવા અરવિંદભાઈ ખુમાનભાઈ સામે કોઈએ ઉમેદવારી ન કરતા બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.બોડેલી પ્રાથમિક શિક્ષક સહકારી શરાફી મંડળીમાં મંત્રી તરીકે રાણા ચંદ્રકાન્તભાઈ ફોગટભાઈ,કારોબારી સભ્યોમાં રોહિત ગોવિંદભાઇ માધાભાઇ,પરિમલ ઈંદ્રપ્રસાદ પટેલ,ચીકુભાઇ ભીમાભાઇ રાઠવા,રાકેશભાઈ રામસિંહભાઈ રાઠવા,કાજુભાઈ હરસિંહભાઈ રાઠવા,નિલેશભાઈ મનુભાઈ રાઠવા,સંદીપકુમાર હસમુખભાઈ જયસ્વાલ,ગીરીશકુમાર રાકેશભાઈ પરમાર,સુનિલ જશુભાઈ પટેલ સહિતનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.નવનિયુક્ત પ્રમુખ વિશાલભાઈ પટેલ અને મંત્રી ચંદ્રકાન્ત રાણાએ તાલુકાના તમામ શિક્ષકો,શરાફી મંડળીના પદાધિકારીઓ, જિલ્લા તાલુકા શિક્ષક સંઘના પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી શરાફી મંડળીથી તાલુકાના પ્રત્યેક શિક્ષકોને વધુમાં વધુ લાભ થાય તેવા અમારા સતત પ્રયત્નો રહેશે તેમ પ્રમુખ,મંત્રીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here