બોડેલી તાલુકાના ચલામલી ગામે માતૃશ્રી અમરતબા ભગત હાઈસ્કૂલમાં આજુબાજુના ગામોમાંથી અભ્યાસર્થે આવતા વિદ્યાર્થીઓને મુસાફરી માટે હાલાકી…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના ચલામલી ગામે માતૃશ્રી અમરતબા ભગત હાઈસ્કૂલમાં ખાટિયાવાટ, ખેરકા,રંગપુર, મુંડામોર, મુંગલાવાટ, રંગપુર, બગલીયા ,મોરાડુંગરી,નાવટીમ્બરવા સહિતના ગામોમાંથી ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ વધુ અભ્યાસાર્થે બસમાં અપડાઉન કરે છે.આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બસમાં ઘેટાં બકરાની માફક ખીચોખીચ ભરાઈને આવે છે.તેના માટેનું એક માત્ર કારણ છે કે તેમને વધુ આગળ અભ્યાસ કરવો છે.માતૃશ્રી અમરતબા ભગત હાઈસ્કૂલના શાળા સંચાલકો,સ્થાનિક આગેવાનો અને મીડિયાના કર્મીઓએ છોટાઉદેપુર બસ ડેપો અને બોડેલી બસ ડેપોના મેનેજરને શાળા સમયે અન્ય બીજી બસની ગોઠવણ કરવા લેખિત અને ટેલિફોનિક રજૂઆત કરવા જણાવ્યું હતું પણ હજુ સુધી વિદ્યાર્થીઓ માટે વહીવટીતંત્ર ઘ્વારા કોઈ પગલાં લેવાયા નથી.૨૧ મી સપ્ટેમ્બરના રોજ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ હાઈસ્કૂલમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.જેમાં શાળા સંચાલક મંડળના પ્રમુખ શાંતિભાઈ પટેલ સહીત અન્ય ગામના આગેવાનોએ વિદ્યાર્થીઓ માટે અન્ય વધારાની બસની સુવિધા આદિવાસી વિદ્યાર્થીઓને મળે તે માટે છોટાઉદેપુર અને બોડેલી બસ ડેપો મેનેજરને રજૂઆત કરી સગવડ ઉભી કરવામાં આવે તો વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહિ.જે બાબતે જિલ્લા પંચાયત પ્રમુખે નોંધ લઈને બીજા અન્ય બસના રૂટ શરુ કરવા અંગે પણ માહિતી એકત્ર કરી હતી.સરકારી શાળા અને હાઈસ્કૂલમાં અભ્યાસાર્થે આજુબાજુના ગામમાંથી ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે જેઓને પાસ કઢાવવા બોડેલી અને છોટાઉદેપુર જવું પડે છે.જો બસ ડેપો ઘ્વારા કોરોના મહામારી સમયે શાળામાં જ આવી પાસ કાઢવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે તો વિદ્યાર્થીઓનો સમય અને પૈસાની પણ બચત થાય તેમ છે.જે અંગે પણ જિલ્લા પંચાયત પ્રમુખે શાળામાંથી લેખીમાં લેટર મેળવી આ પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ લાવવા ખાતરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here