બોડેલી તાલુકાના વાજપુર ગામે ખેતરમાથી સાત,ફુટ મહાકાય મગરનો રેસ્ક્યુ કરવામા આવ્યો

બોડેલી, (છોટાઉદેપુર)  ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના ઘણા એવા વિસ્તારો છે જ્યાં જંગલ વિસ્તાર આવેલો છે આ વિસ્તારમાં ઘણીવાર જંગલી જાનવરો વસવાટ કરતા હોય છે અને ઘણા વિસ્તારોમાં દીપડાઓ પણ નજરે પડે છે તો ઘણા વિસ્તારોમાં નદી અને તળાવ પાસે મગરો પણ વસવાટ કરતા હોય છે જેમાં આજરોજ બોડેલી તાલુકાના વાજપુર ગામની સીમમાં ખેતરની ઓરડી પાસે કુવાની નજીક સાત ફૂટનો મહાકાય મગર આવી પહોંચતા બોડેલી વન વિભાગ અને બોડેલી વાઇલ્ડ લાઇફ દ્વારા મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું બોડેલી તાલુકાના ઘણા એવા વિસ્તારો છે જ્યાં ફોરેસ્ટ એરીયા આવેલો છે જે મોટા પ્રમાણમાં જાનવરો વસવાટ કરતા હોય છે તો ઘણા વિસ્તારોમાં નદી તળાવ પાસે મગરો પણ વસવાટ કરતા હોય છે અને આ જંગલી જાનવર ઘણીવાર રહેણાંક વિસ્તારમાં આવી પહોંચે છે અને આવી જ એક ઘટના સામે આવી છે જેમાં બોડેલી તાલુકાના વાજપુર ગામની સીમ વિસ્તારના કરસનભાઈ શીવાભાઈ રાઠવાના ખેતરની ઓરડીને અડીને આવેલા કુવા પાસે એક સાત ફૂટનો મહાકાય મગર આવી પહોંચ્યો હતો ખેતરમાં મગર હોવાની જાણ સ્થાનિક લોકોને થતા લોકટોળા ઘટના સ્થળે જોવા અર્થે ઉમટી પડ્યા હતા અને મગર હોવાની જાણ બોડેલી વન વિભાગના આરએફઓ એ.કે.રાઠવાને કરી હતી ઘટનાની જાણ થતા જ બોડેલી વન વિભાગના આર એફ ઓ અનીલભાઈ રાઠવા, ફોરેસ્ટર મંગુભાઇ બારીયા,બીટગાડૅ અરુણાબેન દાયરા તથા બોડેલી વાઈલ્ડ લાઈફ ટીમના પ્રદીપ બારીયા,મનોજ ભોઈ અને માઈકલ બારીયા સહિત કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગણતરીના સમયમાં જ મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને રેસ્ક્યુ કર્યા બાદ મગરને જબુગામ ખાતે આવેલ વન વિભાગના ડેપોમાં ખસેડવામાં આવ્યો હતો મગર પકડાતાં જ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને રાહત અનુભવી હતી જબુગામ ખાતે મગરને પ્રાથમિક સારવાર આપી અને રેસ્ક્યુ સેન્ટર વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવશેનુ ફોરેસ્ટર મંગુભાઇ બારીયાએ જણાવ્યું હતુ(ફોટો વિગત): બોડેલી તાલુકાના વાજપુર ગામની સીમમાં ખેતર વિસ્તારમાં છ ફૂટના મગરનું બોડેલી વનવિભાગ અને બોડેલી વાઈલ્ડ લાઈફ ટીમના સદસ્યો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here