પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરાના સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ અને અધ્યાપકે ‘નિરાંત વૃદ્ધાશ્રમ’ની મુલાકાત લીધી

ગોધરા, (પંચમહાલ) તુષાર ચૌહાણ :-

પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરાના સમાજશાસ્ત્ર વિભાગના ઉપક્રમે “Class without wall” વિભાવના અંતર્ગત ડૉ.લિપાબેન શાહે પોતાના વિદ્યાર્થીઓ સાથે ગોધરામાં આવેલા નિરાંત વૃદ્ધાશ્રમની આજ રોજ મુલાકાત લીધી હતી. સમાજશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ સમાજમાં કાર્યરત સંસ્થાઓ તથા સમાજની સમસ્યાઓનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવે તે હેતુસર વિદ્યાર્થીઓને વૃદ્ધાશ્રમની મુલાકાત માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં રહેતા વડીલોએ તેમના જીવનના અનુભવો તથા તેઓ પોતાનું દૈનિક જીવન વૃદ્ધાશ્રમમાં કઈ રીતે પસાર કરે છે તે અંગેની ચર્ચા કરી હતી. આ ઉપરાંત વૃદ્ધાશ્રમના સેક્રેટરી નિરંજનભાઈ શાહ અને અન્ય વૃદ્ધો દ્વારા વિદ્યાર્થીઓને નૈતિક મૂલ્યોનું જ્ઞાન આપ્યું અને આપણા જીવનમાં માતા-પિતાનું શું મહત્વ છે તે સમજાવ્યું. જે વિદ્યાર્થીઓને જીવનપર્યંત ઉપયોગી નીવડશે .આ સમગ્ર મુલાકાતનું આયોજન ડો.લિપા શાહ. (સમાજશાસ્ત્ર વિભાગ) દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here