બોડેલી તાલુકાના યુવક અને યુવતીના મૃતદેહો હાલોલ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાંથી કમરે દુપટ્ટાથી બાંધેલી હાલતમાં મળી આવતા ચકચાર…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :.

પ્રાપ્ત માહિતી મુજબ બોડેલી તાલુકાના તાડકાછલા ગામ નો વીસ વર્ષનો યુવક અને બોડેલી નજીક આવેલા ગેડીયા ગામની ૧૭ વર્ષીય યુવતી ના મૃતદેહો હાલોલ પાસેથી નર્મદાની મુખ્ય નહેરમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.
બોડેલી પાસેથી પસાર થતી નર્મદા ની મુખ્ય કેનાલમાં બે દિવસ પહેલા યુવક અને યુવતીની લાશ બાંધેલી હાલતમાં તણાઈ આવી હતી જે પાણીના પ્રવાહમાં આગળ વધીને હાલોલ તાલુકાના ગજાપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં દુપટ્ટા વડે બંધાયેલી હાલતમાં યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા વડોદરા ની ફાયર ટીમ દ્વારા એક કલાક કરતાં વધુ સમયની જહેમત બાદ મૃતદેહને હાલોલ તાલુકામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા આ મૃતદેહ બોડેલી તાલુકામાં થી પાણીના તેજ પ્રવાહમાં વહી ને વાઘોડિયા તાલુકાના રામેશરા પાસેથી પસાર થઈને હાલોલ તાલુકાના ગજાપુરા ગામ પાસે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે મૃતદેહનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here