યુવાધનને સ્વરોજગારી પુરી પાડવા માટે નર્મદા જીલ્લા રોજગાર વિનિમય કચેરીની પ્રશંસનીય કામગીરી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપલા સહિત ગરૂડેશ્વર તાલુકામાં બાળકોના ભાવિ ઉજ્જવળ બને તે હેતુસર કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાયો

નર્મદા જિલ્લામાં યુવાધનને સ્વરોજગારી પુરી પાડી સ્વનિર્ભર બનાવવા માટે નર્મદા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ રોજગાર વિનિમય કચેરી દ્વારા ખૂબ પ્રશંસનીય કામગીરી થઈ રહી છે. સરકારી હાઇસ્કૂલ રાજપીપલા અને ગરુડેશ્વરના ગોરા ગામે શ્રી પીન્ટુલાલા વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જવળ બને તે હેતુસર કારકિર્દી માર્ગદર્શન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

રોજગાર અધિકારી એમ.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ વિભાગના કેરિયર કાઉન્સલર સુશ્રી કૃષિકા વસાવાએ શિબિરમાં વિદ્યાર્થીઓને વોકેશનલ એજ્યુકેશન, કારકિર્દી માર્ગદર્શન, અનુબંધમ ગુજરાત પોર્ટલ, એન.સી.એસ પોર્ટલ સહિત સ્વરોજગારી અને રોજગાર સેતુ હેલ્પલાઇન વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં અનુબધમ પોર્ટલ, એનસીસી અને કેરિયર કોર્નર અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન આપવાનો મહત્વ પૂર્ણ આશય શિક્ષણની સાથે વિદ્યાર્થીઓ માટે રોજગારી માટે તક ઉભી કરવાનું છે.

આ શિબિરમા સરકારી હાઇસ્કૂલ રાજપીપલાના આચાર્ય તુષારસિંહ સોલંકી, શ્રી પીન્ટુલાલા વિદ્યામંદિર બોરિયાના આચાર્ય ડી.એ. ખેર સહિત વિધાર્થીઓ સહભાગી થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here