બોડેલી તાલુકાના તાડકાછલામાં ખેડૂતને ઢોરમાર મારનાર બંને આરોપીને બે વર્ષની સજા ફટકારી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તાડકાછલા ગામે ઓરસંગ નદી કિનારે ખેતર આવેલું છે. ત્યાં નજીકથી રેતી ખનન કરવા માટે ગામના બે ઈસમો રસિકભાઈ, ગલાભાઈ રાઠવા અને નવલસિંગ મોગજીભાઈ રાઠવા બન્ને રહે. તાડકાછલા ટ્રેકટર લઈને આવ્યા ત્યારે ખેતરનુ ધોવાણ થતું હતું. જેથી રેતી ખનન ન કરવા કહ્યું હતું. ત્યારે બન્ને જણાં ત્યાંથી જતાં રહ્યા પણ જ્યારે ફરિયાદી તરુણભાઇ બારીયા બપોરે ઘરે જતા હતા ત્યારે રસ્તામાં આંતરી ગાળો બોલી ગાડાનુ આડું મારી ઈજાઓ પહોંચાડી માર માર્યો અને ઘમકી આપી હતી અને કહ્યું કે રેતી તો કાઢીશું થાય તે કરી લેજો કહી જતાં રહ્યા હતા.
અને તે અંગેની બોડેલી પોલીસ મથકે નોંધાયેલી હતી. ફરિયાદને આધારે બને આરોપીઓની થોડાક દિવસમાં ઘરપકડ કરાઈ હતી. જેનો કેસ બોડેલી કોર્ટમાં ચાલ્યો અને ફરિયાદી તરફે સરકારી વકીલ યોગેશ આર. દરજીની ધારદાર રજૂઆતને લઈને એડી. ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ બોડેલી આશુતોષ રાજ પાઠકે ચુકાદો આપી બન્ને આરોપીને ,૨, વર્ષની સજા ફટકારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here