લોકોની સલામતી અર્થે ગુજરાત પોલીસની નાઈટ પેટ્રોલિંગની કામગીરીને બિરદાવતા મુસાફરો

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-

વિધાનસભા ચૂંટણી સંદર્ભે  આચારસંહિતા પાલન અને જાહેર જનતાની સલામતીની કામગીરી સુપેરે નિભાવતી રાજકોટ પોલીસ

રાજકોટ તા.૯ નવેમ્બર, આગામી વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ ખાતે પ્રથમ તબક્કામાં જ ૦૧ ડિસેમ્બરના રોજ મતદાન યોજનાર છે. આ અનુસંધાને હાલ ચૂંટણી સંદર્ભની આચારસંહિતાના પાલનની કામગીરી જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ પોલીસ દ્વારા સતત ખડે પગે કરાઇ રહી છે સાથે જ નાઈટ પેટ્રોલીંગ અને સર્વેલન્સ દ્વારા જાહેર જનતા પણ પોતાને સલામત અનુભવી રહી છે.

રાત્રિના સમયે ૭૩-ગોંડલ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારી શ્રી કે.વી.બાટી દ્વારા ફ્લાઈંગ સ્કવોડ ટીમ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમને સાથે રાખી ગોંડલના ગોમટા ખાતે રાજકોટ થી ગોંડલ, જેતપુર, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર તરફ જતા વાહનોની તપાસણી હાથ ધરવામાં આવી હતી ત્યારે એક મુસાફરે પોલીસની આ કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે, ગુજરાત પોલીસ દ્વારા આ પ્રકારે નાઈટ પેટ્રોલિંગ કરી જનતાની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે જેને અમે આવકારીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, એફ.એસ.ટી અને એસ.એસ.ટી. દ્વારા વાહનોની સઘન તપાસ થકી આચારસંહિતાના પાલન અને ગુનાહિત પ્રવૃત્તિઓની રોક માટે સતત દિવસ રાત કામગીરી કરાઈ રહી છે. ચૂંટણી ઉપરાંત સામાન્ય દિવસોમાં પણ ગુજરાત પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનોની તપાસ થકી ગુજરાતની પ્રજાને શાંતિ અને સલામતીનો અનુભવ કરાવવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here