બોડેલી તાલુકાના તાડકાછલા થી બોડેલી જતી એસટી બસ શરૂ કરવામાં આવતા ગ્રામજનોમાં આનંદની લાગણી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના તાડકાછલા થી બોડેલી જતી એસટી બસ શરૂ કરવામાં આવતા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે ત્યારે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા અને પાવીજેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની તેમજ હંસાબેન બેન શુનીલ ભાઇ રાઠવા સામાજિક ન્યાય સમીતી ચેરમેન તેમજ પ્રકાશસિંહ વાસદિયા આરોગ્ય સમિતિ ચેરમેન ની રજુઆતને પગલે બસ સેવા શરૂ કરવામાં આવી છે ત્યારે છેલ્લા ત્રણ ચાર વર્ષથી કોરોના મહામારી દરમિયાન બસ સેવા બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને ભારે આપદા ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે તાડકાછલાના ગ્રામજનોની એસટી બસ સેવા શરૂ કરવા માંગ ઉઠવા પામી હતી .

તાડકાછલા થી બોડેલી અવરજવર કરવા માટે ઘણાં વર્ષોથી બસની સુવિધા શરૂ હતી જે અનિયમિત થવા સાથે કોરોના કાળ દરમિયાન બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો  ત્યારે  તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે તાડકાછલા થી બોડેલી દિવસમાં બે ટાઈમ સવારે ૧૦ કલાકે અને સાંજના ૫.૩૦ કલાકે એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે જે  શરુ કરવામાં આવતા  હાલમાં ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ સહિત ધંધાર્થીઓને અવર જવર માટે રાહત મળી છે કોરોના મહામારી બાદ પણ આ બસ સેવા શરૂ કરવામાં આવી નહોતી ત્યારે ગ્રામજનોએ સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા સહિત બોડેલી એસટી ડેપોના મેનેજરને સહદેવ વસાવા ને પણ મૌખિક તેમજ લેખિતમાં રજૂઆત કરવામા આવી હતી જેથી વિદ્યાર્થીઓનાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ બસ સેવા ફરી ચાલુ કરવામાં આવતા આ પંથકના ગામોની જનતા અને વિદ્યાર્થીઓને હવે બસ સુવિધાનો લાભ મળશે બસ સેવા શરૂ થતાં જ ગ્રામજનોએ પરમાર અરુણ કાન્ત લક્ષ્મણભાઈ તાડ કાછલા નવલભાઈ મોધજીભાઈ તેમજ સુભાષભાઈ ચતુરભાઈ અને સુનિલ શુભાષ ભાઈ રાઠવા તાડકાછલા ના વિદ્યાર્થીઓએ   આવેલ બસનું સ્વાગત કર્યું હતું(ફોટો વિગત): બોડેલી થઈ તાડકાછલા એસટી બસ સેવા શરૂ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે ગ્રામજનોએ બસનુ સ્વાગત કર્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here