મહીસાગર નગર પાલિકા ફાયર વિભાગના ઇન.અધિકારી 30000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા…

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

ગોધરા નગરપાલિકા વિભાગીય ફાયર અધિકારી અને મહીસાગર લુણાવાડા ઇન્ચાર્જ ફાયર અધિકારી વર્ગ-૨ દ્વારા ફરિયાદોની પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કમાં લગાવેલ હાય Ìને સિસ્ટમ ની એનઓસી રીન્યુ માટે 30,000 રૂપિયાની માંગણી કરેલ ફરિયાદી લાચ આપવામાં માંગતા ન હોવાથી મહીસાગર acb માં ફરિયાદ કરતા એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવેલ હતુ અને આજરોજ લુણાવાડા એસટી બસ સ્ટેશન ઉપર 30,000 ની લાચ લેતા લુણાવાડા ઇન્ચાર્જ ફાયર અધિકારી acb ના છટકામાં આબાદ ઝડપાયો હતો.

ગોધરા નગરપાલિકા વિભાગ ફાયર અધિકારી પ્રવિણસિંહ ફતેસિંહ સોલંકી મહીસાગર લુણાવાડા પાલિકાના ઇન્ચાર્જ ફાયર અધિકારી પણ હોય ફાયર અધિકારીને ફરિયાદી ગોધરા પંચમહાલ ડિસ્ટ્રીક કો-ઓપરેટિવ બેન્ક ના 2021 માં હાઈડ્રેનેજ સિસ્ટમ લગાવેલ જેની એનઓસી રીન્યુ કરવા માટે બેંકની હેડ ઓફિસ માં વર્ક ઓર્ડર મેળવ્યા હતા. જેને લઇ ફરિયાદી 5/4/ 2023 ગોધરા પાલિકાની વિભાગીય ઓફિસમાં જઈ અને ઍનઑસી રીન્યુ કરાવવા અરજી કરી હતી અને એનઓસી રીન્યુ કરાવવામાં ૩૫૦૦ રૂપિયા ભરેલ હતા છતાં એનઓસી રીન્યુ નહીં થતા 3/7/2023 ના ગોધરા પાલિકા ફાયર ઓફિસમાં ફાયર અધિકારી પ્રવિણસિંહ સોલંકી ને મળતા એનઓસી રીન્યુ કરવા 30,000 રૂપિયાની માંગણી કરેલ હતી ફરિયાદી લાચ આપવા ન માગતા હોય અને ત્યારે ફોન પર 30 હજાર રૂપિયા આપી દેવાનું જણાવેલ હતુ બાદમાં ફાયર અધિકારીને ફરિયાદીના મિત્રોને એનઓસી રદ કરવાની વાત કરતા ફરિયાદી એ ફાયર અધિકારી પ્રવિણસિહ સોલંકી સાથે મોબાઈલ ઉપર વાત કરવા ૩૦ હજાર રૂપિયા એ લાંચ માંગણી કરેલ હતી ફરિયાદી લાચ આપવા ન માગતા હોય જેથી મહીસાગર એસીબીમાં ફરિયાદ કરતા મહીસાગર એસીબી દ્વારા ફરિયાદી સાથે મળી છટકું ગોઠવવામાં આવ્યું હતું તે મુજબ લુણાવાડા એસટી બસ સ્ટેશન ખાતે પ્રવીણસિંહ સોલંકીને ફરિયાદી પાસેથી રૂપિયા 30,000 ની લાચ લેતા રંગે હાથો ઝડપી પાડ્યો હતો. ગોધરા પાલિકા ફાયર અધિકારી લાચ લેતા એસીબીના છટકામાં આવા ઝડપાયા હતા તેમજ પાલિકાના અન્ય લાચિયા અધિકારીઓ કર્મચારીઓ માં ફફડાટ મચી જવા પામ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here