બોડેલી તાલુકાના ઢેબરપુરા ગામની એક મહીલાનો મૃતદેહ કપાસના ખેતરમાં દાટેલી હાલતમાં મળી આવતા ચકચાર…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી પોલીસ તથા ડીવાયએસપી,એફએસએલ, એલસીબી સહિત સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી

સુત્રો થકી મળતી માહિતી અનુસાર રેખા બેન રઘુ ભાઈ તડવી નામની છોકરી ના લગ્ન થયાં હતા પણ હાલ પિતા ઘર માં રહેતી હતી છેલ્લા 20 દિવસ થી ઘરે થી કયાં નીકળી ગઈ હતી તેના પરિવાર દ્વારા સગાસંબંધી તથા આસપાસ ના વિસ્તાર માં સોધ ખોડ કરી હતી પરંતુ તે મળી ન હતી.. જયારે સ્થાનિક ખેડૂત દ્વારા ખેતર માં સાકભાજી લેવા જતા માટી કોઇ બોડી દટાઈ હોય તેમ લાગતા તેને આજુબાજુ ના લોકો ને ભેગા કરી બોડેલી પોલીસ ને જાણ કરી હતી બોડેલી પોલીસ થતાં એફએસએલ, એલસીબી સહિત ટીમપહોચી ત્યારબાદ ખાડો ખોદીને દાંટેલી લાશ બહાર કાઢવામાં આવી હતી લાશ પર કપડું તેમજ મીઠું પણ નાખવા આયુ હતું લાશબહાર કાઢી એના પરિવાર ને બોલાવી લાશ ની ઓળખ કરાવવા માં આવી હતી બોડેલી પોલીસ કાયદેસર નીકાર્યવાહી હાથ ધરી હતી ઓળખ થયા બાદ લાશ નો કબ્જો મેળવી પોલીસે પીએમની તજવીજ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here