પંચમહાલ જિલ્લામાં ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના હેઠળ લાભ મેળવતા લાભાર્થીઓ અંગે જરૂરી સૂચનો

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

સમાજમાં સન્માનથી પોતાની આગવી ઓળખ ઉભી કરી શકે અને તેમની જવાબદારીઓનું વહન સારી રીતે કરી શકે તેવા ઉમદા હેતુથી ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા તા. ૨૬/૦૬/૧૯૭૯થી વિધવા બહેનોને માસિક રૂ. ૭૫૦/ પેન્શન સ્વરૂપે આપવાની યોજના અમલમાં મુકવમાં આવેલ હતી.
માર્ચ ૨૦૧૯માં આ યોજનાનો બહોળા પ્રમાણમાં ગંગા સ્વરૂપા મહિલાઓ લાભ લઇ શકે તે હેતુ રાજય સરકાર દ્વારા વિધવા મહિલાએ પોતાના પુત્ર ૨૧ વર્ષનો થાય ત્યારે વિધવા પેન્શન બંધ કરવાની જોગવાઇ હતી તે જોગવાઇ રદ કરીને વિધવા મહિલાને આજીવન પેન્શન મળવા પાત્ર થાય હકારાત્મક અભીગમ સાથે યોજનામાં ધરખમ સુધારા વધારા કરી “ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના’ નામકરણ સાથે સહાયની રકમ વધારી માસીક રૂા.૧૨૫૦/- કરી લાભાર્થીઓને આજીવન સહાય ચૂકવવાનો ઉમદા નિર્ણય કરવામાં આવ્યો.

પંચમહાલ જિલ્લામાં મે – ૨૦૨૩ અંતિત કુલ ૫૪,૩૦૦ લાભાર્થીઓ નોંધાયેલ છે. લાભાર્થીઓને સહાયની રકમ દરેક માસે સીધા લાભાર્થી બચત ખાતામાં ડી.બી.ટી.ના માધ્યમથી સહાયની ચુકવણી કરવામાં આવે છે.વધુમાં, આ યોજનામાં સહાય ચુકવવા બાબતે પારદર્શિતા અને તાજેતરમાં આધાર બેઇઝડ પેમેન્ટ પધ્ધતીથી લાભાર્થીનું આધારકાર્ડ લીંક હોય તે ખાતામાં સહાય ચુકવણી કરવામાં આવી રહેલ છે.
અત્રેના જિલ્લા ખાતે નોંધાયેલ લાભાર્થી પૈકી લાભાર્થીઓના આધાર નંબર ૬૧૧૯ તેમજ મોબાઇલ નંબર ૩૨ ૯૬૦ લોકોના ઉપલબ્ધ નથી. જેથી કરીને સબબ યોજનાનો લાભ લઇ રહેલ લાભાર્થીઓએ પોતાના નજીકની મામલતદાર કચેરી ખાતે દિન-૦૭માં આધારકાર્ડ અપડેટ/લીંક કરાવવા અને મોબાઈલ નંબર અપડેટ કરાવવા સર્વ ગંગા સ્વરૂપા આર્થિક સહાય મેળવતી બહેનોને વિનંતી કરવામાં આવે છે. જેથી સહાય મેળવવામાં આગામી સમયમાં કોઇ મુશ્કેલી ઉભી ન થાય.
ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના હેઠળ માસીક રૂા.૧૨૫૦/- ની સહાય મેળવતા ૧૮ થી ૫૦ વર્ષની ઉંમરના ગંગા સ્વરુપા બહ.નોના કુટુંબમાં પુનઃ સ્થાપન સાથે સમાજમાં આદરભર્યું જીવન જીવી શકે તેવા ઉમદા હેતુથી ગુજરાત સરકારની દ્વારા “ગંગા સ્વરુપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના“ અમલમાં મુકવામાં આવેલ છે સદર યોજના કોઈ પણ પ્રકારની આવક મર્યાદા સિવાય પુનઃ લગ્ન કર્યાના ૦૬ માસમાં અરજી કરનારને કુલ રૂા.૫૦,૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે. તેમ મહિલા અને બાળ અધિકારીશ્રી પંચમહાલની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here