કાલોલ નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં બિલાડીના ટોપની જેમ બંધાઈ રહેલા શોપિંગ સેન્ટરોને લઈ અનેક ચર્ચાઓ..

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન

કાલોલ નગરમા બેફામ રીતે બાંધકામ કરેલ શોપિંગ સેન્ટરઓ સામે તંત્ર માત્ર નોટીસ આપવાની જ કામગીરી કરે છે ? કે પછી ” તેરી બી ચુપ મેરી બી ચુપ” ની નિતી કાલોલ નગરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્ય રોડની બાજુમાં જમીનનો હેતુફેર કયૉ વિના ઊભાકરેલ તોતીંગા સામે કાર્યવાહી શું ?કાલોલ નગરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્ય રોડની બાજુમાં આવેલી જમીન પર હાલ બેફામ રીતે શોપિંગ સેન્ટરનું બાંધકામ ધમધમી ઊઠતાં મોટાં મોટાં તોતીંગાઓ ઊભા કરી દેવાતાં લોકોમાં ચચૉનો વિષય બની ગયો છે. જમીનો હેતુંફેર કયૉ વગર સૌ પ્રથમ જમીન પર રહેઠાણની પરમીશન મળતાં જમીન માલિકો જાણે નગરશેઠ બની ગયાં હોય તેમ દુકાનો અને શોપિંગ સેન્ટરો ઉભા કરી દીધા છે.જ્યારે આવી હેતુ ફેર કયૉ વગરની ગેરકાયદેસર જમીન પર બાંધકામ કરી કાયદાને હોળી કરી પીજતાં હોય છે ?. કાલોલ નગરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં અગાઉ પણ આવાં હેતું ફેર વગર ઊભા કરેલા બાંધકામો સામે આંગળી ચીંધી હતી. પરંતું બેફામ રીતે બાંધકામ કરેલ શોપિંગ સેન્ટરઓ સામે તંત્ર માત્ર નોટીસ આપવાની જ કામગીરી કરે છે ? કે પછી ” તેરી બી ચુપ મેરી બી ચુપ” ની નિતી અપનાવી દુર કરવાની જગ્યાએ મંજૂરી આપી તંત્ર ઘી કેળા નો આનંદ માનતાં હોય છે કે શું ? કાલોલ નગરમાં તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જવાબદાર તંત્ર દ્વારા જે-તે જમીન પર આપેલ મંજુરીના હેતું સર કામગીરી થઈ છે કે કેમ ? તે તપાસ કરવામાં આવે છે ? કે પછી માત્ર ટેબલ પર મંજૂરી આપી રહેઠાણની જગ્યાએ દુકાનો અને શોપિંગ સેન્ટર ઉભા કરનાર બની ગયેલ નગરશેઠોની બેફામ કમાણી સામે જવાબદાર અધિકારીઓ માત્ર ” આંખ આડા કાન કરી ” ખુશી નો આનંદ માણતાં હોય છે ? હવે જોવું રહ્યું કે આવા હેતુંફેર ની મંજુરી નગરનાં બંધાયેલ તોતિંગાઓ સામે તંત્ર શું પગલાં લેશે. તે હવે જોવાનું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here