બોડેલી : તંત્ર દ્વારા કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કરી પતરાં મારી સોસાયટી સીલ કરાતાં સ્થાનિકોનો વિરોધ…

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ ગંગાનગર સોસાયટીને તંત્ર દ્વારા કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો હતો તંત્ર દ્વારા પતરાં મારી સોસાયટી સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાતા રહીશોએ વિરોધ કર્યો હતો સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર ખોટી માહિતી આપી હોવાનાં આક્ષેપ સાથે રહીશોએ તંત્ર ને સહયોગ આપવા તૈયારી બતાવી હતી પણ ખોટી રીતે સોસાયટીને સીલ કરવાની વાત નો સખ્ત વિરોધ કરી રહીશો આમરણાંત ઉપવાસ પર બેઠા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ ગંગાનગર સોસાયટીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાના કારણે માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી સોસાયટીમાં અવરજવર પ્રતિબંધ લગાવી પતરા મારી સોસાયટીને સિલ કરવાની કામગીરી કરતા રહીશોએ સખત વિરોધ કરી કામગીરી અટકાવી ભારે રોષ વ્યક્ત કર્યો હતો. બોડેલી પોલીસ દરમિયાનગીરી મામલો થાળે પડ્યો હતો,
બોડેલી તાલુકામાં સ્થાનીક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના સંક્રમણના કેશ વધારો થયો છે જેને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના કેસો અટકાવવા માટે પગલા લેવાની ફરજ પડી છે જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક જાહેરનામુ બહાર પાડી બોડેલી પાસે આવેલ અલીખેરવા જુથ ગ્રામ પંચાયતની હદમાં આવતો અલીપુરા વિસ્તારની ગંગા નગર સોસાયટીને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યો છે. જેને લઈ આજે સ્થાનિક તંત્ર ગંગા નગર સોસાયટીમાં અવરજવરના મુખ્ય રસ્તા પર પતરા મારી બંધ કરવા જતાં સોસાયટીના રહીશો આક્રોશમાં આવી સખત વિરોધ કર્યો હતો. પરંતુ કલાકો સુધી તંત્ર અને સોસાયટીના રહીશો વચ્ચે રકઝક બાદ પોલીસ દરમિયાનગિરી કરતા પતરા મારવાની કામગીરી કરાઈ હતી. પરંતુ સોસાયટીના રહીશો વિરોધ કરી પતરા પાસે મંડપ બાંધી આમરણાંત ઉપવાસ પર બેઠા છે.

બીજી સોસાયટીના કોરોના કેશ ગંગાનગર સોસાયટીમાં બતાવવા આવ્યા છે

ગંગાનગર સોસાયટીના રહીશો આક્ષેપ કર્યો છે કે સોસાયટીમાં આઠ દિવસ અગાઉ ત્રણ કોરોના સંક્રમણના કેશ આવેલ છે પરંતુ આરોગ્ય વિભાગ ગંગા નગર સોસાયટીમાં આઠ કોરોના કેશ બતાવી તંત્ર ગેરમાર્ગે દોર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here