કાલોલ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવતા બેફામ ખોદકામ સામે જવાબદાર કોણ..!!?

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન

કાલોલ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં હાલ ભુમાફીયાઓ દ્વારા બેફામ માટી ખનણ થતું હોય છે.શું આવું ખનણ કાયદેસર કે ગેરકાયદેસર ? કાલોલ તાલુકાની અંદર આવતી કેટલીક ગ્રામ્ય પંચાયતમાં સરકારી પડતર, ગૌચર,કે માલિકીની જમીનમાં કરવામાં આવતું માટી ખનણ કાયદેસર કે ગેરકાયદેસર ? ગ્રામ્ય વિસ્તારમાં માટી ખોદકામ માટે કોણી મંજૂરીની જરૂર પડે ? કે પછી મંજૂરી વિના સરપંચ/તલાટીની રહેમ નજરથી ભુમાફીયાઓ બે ફામ બન્યા ? હાલ કાલોલ તાલુકાની ,ખંડોળી,જેતપુર,મધવાસ,સમા,બોરૂ,જેવી અનેક ગ્રામ પંચાયતમાં આવતી જમીન પર મસ્ત મોટાં ગાબડાં કરી લાખો રૂપિયાની માટી ટન ઓવર થઈ જતી હોવાનું પણ જણાય આવે છે.ગ્રામ પંચાયતના જવાબદાર હોદ્દેદારો સાથે સ્થાનિક તંત્ર અને ખાનખનિજ વિભાગ પણ આવાં ભુમાફીયાઓ સામે કાયૅવાહી કરવામાં લાચાર છે કે શું ? ખેડુતોની જમીન ના વહીવટ કરી ભુમાફીયાઓ બે ધડક માટી ખનણ કરી તંત્ર ને જાણે લલકારતા હોય પરંતુ તંત્રની જતી કરવાની નિતી સામે હવે ભુમાફીયાઓ છડે ચોક માટી ચોરી કરી એસોઆરામ કરતાં હોય છે.શું તંત્ર દ્વારા આવી માટી ખનણ સામે તપાસ હાથ ધરી પંચાયત સરપંચ/તલાટી ઓથી વસમાં ન થતાં હોય તેવા ભુમાફીયાઓ સામે સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે ? કે પછી આંખ આડા કાન કરાશે ? તે હવે જોવું રહ્યું ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here