છોટા ઉદેપુર જીલ્લાના પોલિસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માનો વિદાય સમારંભ યોજાયો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

હાલ ગુજરાત માં ૭૦ જેટલાં આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેનાં છોટા ઉદેપુર જીલ્લા ના પોલિસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા ની બદલી ગાંધીનગર cid ખાતે કરવામાં આવી છે. જેથી છોટા ઉદેપુર પોલીસ અધીક્ષક કચેરી ખાતે આજરોજ પોલીસ પરીવાર દ્વારા વિદાય સમારોહ નું આયોજન કરી ભારે હૈયે ઉજ્જવળ ભવિષ્ય ની શુભકામના સાથે શાલ ઓઢાડી આપવામા આવી હતી. સદર કાર્યક્ર્મ માં જીલ્લા કલેકટર સહીત પોલીસ અધિકારીઓ, ઈનચાર્જ પ્રાંત અધિકારી , તેમનાં પરિવારજનો સહિત જીલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આદીવાસી સંસ્કૃતિ મુજબ નાચગાન સાથે ખુબજ આનંદ ઉલ્લાસ થી સદાય સંભારણુ બની રહે તેમ વીદાય આપવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here