બોડેલી : ચાર રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાતા અલીપુરા ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરાઈ

બોડેલી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી (નસવાડી) :-

દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભાજપ નો વિજય થતા બોડેલી અલીપુરા ચાર રસ્તા પર છોટાઉદેપુર બીજેપી પ્રમુખ રશ્મિકાંત વસાવા સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા મીઠાઇ વેચીને ભવ્ય આતશબાજી કરી હતી

કાર્યકરો દ્વારા ઢોલ નગારા સાથે ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવ્યો હતો.
આજરોજ દેશનાં પાંચ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ગોવા તેમજ મણિપુરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થતા પાંચમાંથી ચાર રાજ્યોમાં ભાજપ નો વિજય થતા કાર્યકરો દ્વારા અલીપુરા ચાર રસ્તા પર ભેગા મળીને ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો.
ભાજપના પ્રમુખ સહિત હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને મીઠાઇ વેચીને ખુશી વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here