રાજકોટ : ધોરાજી તાલુકાની શાળા નંબર 2 માં વિદ્યાર્થિનીઓને શિક્ષણની સાથો સાથ સ્વરક્ષણની તાલીમ અપાતા નારીશક્તિ વેગવંત…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

રાજકોટ જિલ્લા ના ધોરાજી ની તાલુકા શાળા નંબર 2 માં વિદ્યાર્થિની ઓ ને શિક્ષણ ની સાથો સાથ સ્વરક્ષણ બાબતે કરાટે અને ઝૂડો ની તાલીમ આપવામાં આવે છે.
ત્યારે દેશ ભરમાં યુવતીઓ પર વધતા જતા અત્યાચાર અને છેડતી ની બાબત ને લઈ અને ગુજરાત ની રાજ્ય સરકારે યુવતીઓ ની સ્વરક્ષણ બાબતે એક અનોખું અભિગમ અપનાવ્યું છે ધોરાજી ની સરકારી પ્રાથમિક શાળાઓ માં અભ્યાસ કરતી યુવતીઓ ને શાળામાં શિક્ષણ ની સાથો સાથ આત્મ રક્ષણ માટે ની પણ તાલીમ આપવામાં આવે છે અહી ની પ્રાથમિક શાળા માં શરૂ કરવામાં આવેલ કરાટે ના કોચિંગ ક્લાસ માટે રાજ્ય સરકાર એ કરાટે ના કોચ ની નિમણુક કરી છે કરાટે ના કોચ દ્વારા શાળામાં અભ્યાસ કરતી યુવતીઓ ને કરાટે ના વિવિધ દાવ પેચ શીખવાડવામાં આવે છે અને યુવતીઓ પર થતા અત્યાચારના વધતા બનાવો ને રોકવા અને યુવતીઓ ને સવરક્ષણ ની તાલીમ આપવા માટે ગુજરાત સરકાર નું આં અનોખું અભિગમ છે જેને સહકાર મળી રહ્યો છે રામજીભાઈ.(કરાટે કોંચ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here