લુણાવાડા તાલુકા ખાતે માર્ચ મહિનાના બીજા સપ્તાહને વિશ્વ ઝામર સપ્તાહ તરીકે ઉજવવામાં આવ્યો…

લુણાવાડા,(મહીસાગર) પ્રવાસી પ્રતિનિધિ :-

સમગ્ર વિશ્વમાં માર્ચ મહિનાના બીજા અઠવાડિયાને વિશ્વ ઝામર સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે 6થી 12 માર્ચ 2022 દરમ્યાન વિશ્વ ઝામર સપ્તાહ ઉજવાય રહ્યો છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ સોસાયટી મહીસાગર દ્વારા ઝામરના રોગ વિશે સામાન્ય પ્રજાજનોમાં જાગૃતિ આવે અને દ્રષ્ટિ સુરક્ષા માટે સમજ કેળવાય તે હેતુથી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ડોકેલાવ ખાતે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું .જેમાં ઝામર કોને થાય,એના લક્ષણો શું હોય તથા તેના નિદાન અને ઈલાજ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

40 વર્ષથી ઉપરના વ્યક્તિઓએ ખાસ આંખોની તપાસ કરાવવી હિતાવહ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here