બોડેલી ગ્રામ પંચાયતના વોર્ડની રચનામાં છબરડો હોવાની ચર્ચાને લઈ મતદારો રોષે ભરાયા…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી સીમાંકન ફેરફાર કરી જુના પ્રમાણે કરવા માંગ કરી. છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી બોડેલી ગ્રામ પંચાયતમાં વર્ષ ૨૦૧૧ની ચૂંટણીમાં મતદાર યાદીમા ૨૩ વોર્ડ હતા પરંતુ વર્ષ ૨૦૧૬ માં ૨૩ વોર્ડ ને ફેરવીને ૧૬ વોર્ડ બનાવવામાં આવ્યો જેમાં મોટા બદલાવ કરતાં મકાન નંબર પ્રમાણે કે વિસ્તાર મુજબ બોર્ડની રચના કરવામાં આવી નથી એક જ ઘરમાં પતિ નો મત એક વોર્ડમાં જ્યારે તેની પત્ની નો મત બીજા વોર્ડમાં બતાવે છે એક જ ઘરના સભ્ય અલગ-અલગ વોડ મા વેચાઈ જાય છે જેથી લઈ મતદારોમાં પણ મૂંઝવણમાં મુકાઈ છે એક મતદાન મથક થી બીજા મતદાન મથક પર ભટકવું પડે છે છેલ્લે મતદાર થાકીને મતદાન કરવા ટાળે છે ખોટી વોર્ડ રચનાઓ લઈ વર્ષ ૨૦૧૬ માં મતદારો મૂંઝવણમાં મુકાયા હતા ફરી વર્ષ ૨૦૨૧ માં પણ એજ પ્રમાણે વોર્ડ રચના થતાં મતદારો આ અંગે લેખિત જિલ્લા અને તાલુકા ચૂંટણી અધિકારીને રજૂઆત કરી વોર્ડની રચનામાં ફેરફાર કરી વિસ્તાર કે મકાન નંબર પ્રમાણે વોર્ડ રચના બનાવવામાં આવે એવી બોડેલી નગર જણો એ માઞ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here