અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાના કુલ ૦૬ લાભાર્થીઓના આવાસ પરથી લાઈવ જીવંત પ્રસારણ અંબાજી ખાતે કરવામાં આવ્યું…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતેથી માન. પ્રધાનમંત્રીશ્રી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસમાં ગૃહપ્રવેશ / લોકાર્પણ કરવામાં આવ્યા

પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઉપક્રમે તારીખ ૩૦-૦૯-૨૦૨૨ બનાસકાંઠાથી માનનીય પ્રધાનમંત્રીશ્રીએ રાજ્યના તમામ જિલ્લામાં ૪૦૦૦ વધુ ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ થયેલ આવાસોનું લોકાર્પણ /ખાતમૂહર્ત કરવામાં આવ્યું.બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતેથી માન. પ્રધાનમંત્રીશ્રી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસમાં ગૃહપ્રવેશ / લોકાર્પણ કરવામાં આવ્યા. સદર લોકાર્પણ કાર્યક્રમ અન્વયે અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાના કુલ ૦૬ લાભાર્થીઓના આવાસ પરથી લાઈવ જીવંત પ્રસારણ અંબાજી ખાતે કરવામાં આવ્યું.ટુ-વે કનેક્ટિવિટીથી જીવંત પ્રસારણમાં જોડાયેલ કુલ ૦૬ ગામોના લાભાર્થીઓ પૈકી મેઘરજ તાલુકાના રેલ્લાવાડાના ધોળાપાણા ખાતે ઉપરાંત આજરોજ અરવલ્લી જિલ્લાના કુલ ૧૪૮ ગામોમાં વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી જેમાં સ્વચ્છતા રેલી, જાહેર સ્થળોની સાફસફાઈ, વાનગી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, મેડિકલ કેમ્પ, વૃક્ષારોપણ વગેરેનો સમાવેશ થાય છે.

ટુ-વે કનેક્ટિવિટીથી જીવંત પ્રસારણમાં જોડાયેલ કુલ ૦૬ ગામોના લાભાર્થીઓ પૈકી મેઘરજ તાલુકાના રેલ્લાવાડાના ધોળાપાણા ખાતે માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન. ડી. પરમાર , માન. નિયામકશ્રી દર્દ આર. એન. કુચારા.તાલુકા વિકાસ અધિકારીશ્રી, એ.પી.ઓ-PMAY તેમજ જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કર્મચારી તેમજ ગ્રામજનો હાજર રહેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here