બોડેલી : ગોધરા થી દ્વારકા ૬૨૫ કિલોમીટર સુધી પાછા પગલે શ્રી દ્વારકાધીશના દર્શન કરીને આવેલ ચારણ વાલાભાઈ બાપુ પાલિયાનુ બોડેલી ચારણ ગઢવી સમાજ દ્વારા ફૂલોના હાર તેમજ સાલ ઉઠાડીને સન્માન કરવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

પંચમહાલ જિલ્લા તેમજ આપના ચારણ ગઢવી નું ગૌરવ એવા ચારણવાલા બાપુ પાલિયા ઉંમર વર્ષ 66 રહે નસીર પર ગોધરા તેવો થોડા દિવસ પહેલા ગોધરા થી ઉલટા પગે છેક દ્વારકા દ્વારકાધીશ ના મંદિરે પહોંચ્યા હતા અને દ્વારકાધીશ મંદિરે ધજા પણ ચડાવી હતી એવા પાલિયા વાલા બાપુ એ સંકલ્પ લીધો હતો કે ભારત દેશનું કલ્યાણ થાય તેમજ આપણા દેશના વડાપ્રધાન નું પણ કલ્યાણ થાય તેમજ આપણા દેશના સૈનિકોનું કલ્યાણ થાય અને વિશ્વનું કલ્યાણ માટે તેઓએ એવું એક સંકલ્પ લીધું હતું કે ગોધરા થી દ્વારકાધીશ ના દર્શન માટે ઉલટા પગે ગયા હતા તે સંકલ્પ આજે દ્વારકા દ્વારકાધીશ પૂરો કર્યો હતો ત્યારે બોડેલીમાં ભાણોલ ગઢવાળા થી પુંજ્ય આઈ શ્રી કંકુ કેસર માં તેમજ પંચમહાલ માંથી ગવાસી ગામના આઈ શ્રી ગગુ આઇમા અને મધ્યપ્રદેશના આઈ શ્રી કુંવરમા પણ પધાર્યા હતા ત્યારે વિશ્વનું કલ્યાણ થાય એવા સંકલ્પ લીધેલો ચારણ વાલા ભા બાપુ પાલિયા ને આઈ શ્રી કંકુમાં તેમજ કુવર આઇ મા તેમજ ગગુ આઈ મા દ્વારા આ મહાન ચારણ વાલા બાપુ પાલિયા ને ફૂલોના હાર તેમજ સાલ ઉઠાડીને બોડેલીના ચારણ સમાજના આગેવાનો તેમજ યુવાનો સાથે રહીને વાલા બાપુ નું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું પાવાગઢ થી ગાબડીયા મંદીરના મહંત ગોપાલ બાપુ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ બોડેલીના વડીલ વાલાભાઈ આલગા નુ પણ સન્માન કરવામાં આવ્યું હતું અને બોડેલીના ચારણ ભરવાડ સમાજ તેમજ સોનલ છોરું સાથે રહીને રવેચી ગાર્ડનમાં સૌ સાથે ભોજનપ્રસાદી પણ લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here