વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં “રાજ્ય સ્વાગત કાર્યક્રમ” યોજાયો

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઓનલાઈન નાગરિકોના સ્વાગત કાર્યક્રમના પ્રશ્નોના નિવારણ માટે પરામર્શ કર્યો

જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર સહિત જિલ્લાના અધિકારીશ્રીઓ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા

સ્વાગત સેવાના ૨૦ વર્ષની ઉજવણી નિમિત્તે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સ્વાગત ક્રાર્યક્રમના બે દાયકાના અનુભવો તથા તેના થકી જનહીતલક્ષી કાર્યોને લઈને સંવાદ કર્યો હતો.

આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાગત કાર્યક્રમ વિશે ક્હ્યું કે એક નાના બીજથી વટવૃક્ષ બનેલા આ કાર્યક્રમની સફળતા સાચા હક્કદાર ગુજરાતના જાગૃત નાગરિકોને ગણાવ્યા હતા. તેમણે વધુમાં ઉમેરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનું આ મોડલ દુનિયાભરમાં સ્વીકૃતિ પામ્યું છે, તેની અલગ ઓળખ ઊભી થઈ છે. “સ્વાગત કાર્યક્રમ”ને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા છે, જે તેની સફળતાનો પુરાવો છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦ વર્ષ પહેલા શરૂ થયેલા સ્વાગત કાર્યક્રમના અરજદારો પૈકીનાં અમુક અરજદારો સાથે ઓનલાઈન વાર્તાલાપ કર્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ સ્વાગત કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓના નીતિવિષયક પ્રશ્નોનો સુચારુ નિકાલ કરવાના સ્તુત્ય પ્રયાસ કરાયા હતાં. “સ્વાગત કાર્યક્રમ”ની ૨૦ વર્ષ ની ગાથા આલેખતી ડોક્યુમેન્ટરી ફિલ્મ આ પ્રસંગે રજુ કરાઈ હતી.

વડાપ્રધાનશ્રીના પથદર્શક વર્ચ્યુલ સંબોધન બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ જિલ્લાના કલેક્ટરશ્રીઓ દ્વારા રાજ્યકક્ષાએ પહોંચેલા પ્રશ્નોના સુખદ નિરાકરણ લાવવામાં આવ્યા હતા. ઈમાનદારીથી કરવામાં આવેલા પ્રયાસોનું પરિણામ એટલે સ્વાગત કાર્યક્રમ. સામાન્ય જનતાની સમસ્યાનો સુચારૂ રીતે નિરાકરણ લાવવાની દિશામાં ચાવીરૂપ ભૂમિકા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ ભજવી રહ્યું છે.

આ તકે જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયા,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા,નાયબ માહિતી નિયામક સુ.શ્રી પારૂલ મણિયાર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here