બોડેલીના કડીલા ગામે ઓરસંગ નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા બે હિટાચી મશીન અને ત્રણ ટ્રક જિલ્લા ખાણ ખનીજ વિભાગે ઝડપી ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી પંથક માંથી પસાર થતી ઓરસંગ નદી માં ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વો અને રેતી દલાલી કરતા ઈસમો બિલાડી ના ટોપને પેટ ફૂટ નીકળ્યાં છે અને બેફાન સરકારી જગ્યા રેતી ખનન કરી સરકાર આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા અને બીજી બાજુ છોટાઉદેપુર જિલ્લા ખાણખનીજ વિભાગ ના અધિકારીઓ પેટ્રોલિંગ પણ વધી ગયું છે અને આજે વહેલી સવારે બોડેલી તાલુકાના કડીલા ગામે ઓરસંગ નદી માં દરોડા પાડતા બે હિટાચી અને બે રેતી ભરેલી ટ્રક અને એક ટ્રક ખાલી ઝડપી પાડી હતી સ્થળ પર માપણી કરી દંડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારે દરોડા પાડતા ઓરસંગ નદી માં નાસભાગ મચી ગઇ હતી અને ગેરકાયદેસર રેતી ખનન કરતા ભુમાફિયા રફુચક્કર થઈ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here