શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે યોજાયેલ પદવીદાન સમારોહમાં શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓ ઝળક્યા

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રટા :-

પ્રકાશકુમાર અને જતીનભાઈ બારીયાએ ગોલ્ડ મેડલ મેળવીને કોલેજ સહિત યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ ખાતે પાંચમો પદવીદાન અને સુવર્ણચંદ્રક એનાયત સમારોહ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાઈ ગયો.

રાજ્યપાલશ્રીની સાથે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ , ગોધરા ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી,યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.પ્રતાપસિંહજી ચૌહાણ, રજીસ્ટારશ્રી ડો.અનિલ સોલંકીએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગોધરા સ્થિત શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ઇતિહાસ વિભાગમાંથી બી.એ,પ્રકાશકુમાર બારીયા અને એમ.એ,જતીનભાઈ બારીયાએ ગોલ્ડ મેડલ મેળવી કોલેજ પરિવાર અને ઇતિહાસ વિભાગનું ગૌરવ વધાર્યું હતું. સંસ્થાના પ્રમુખશ્રી ભુપેશભાઈ શાહ, આચાર્યશ્રી ડો. એમ.બી.પટેલ,વિભાગ અધ્યક્ષશ્રી સુરેશભાઈ ચૌધરી,રેણુકાબેન,વસંતભાઈ તેમજ સમગ્ર કોલેજ પરિવારે આ વિદ્યાર્થીઓને આગામી ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here